Atlanta lab owner Minal Patel convicted in $447 million genetic testing scam
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મહારાષ્ટ્રમાં અઝાન અને હનુમાનચાલીસાનો વિવાદ ચાલે છે ત્યારે અલ્હાબાદ હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે લાઉડસ્પીકર્સમાંથી અઝાન કરવી તે મૂળભૂત અધિકાર નથી. કોર્ટે બદાયુના નિવાસી ઇરફાનની પિટિશનની સુનાવણી કરી રહી હતી. ઇરફાને સ્થાનિક મસ્જિદમાં લાઉડસ્પીકર લગાવવાની પરવાનો ઇનકાર કરવાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

અરજદારે જણાવ્યું હતું કે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટનો આદેશ મૂળભૂત અને કાનૂની અધિકારોનું ઉલ્લંઘન છે. સ્થાનિક વહીવટીતંત્રે ડિસેમ્બર 2021માં આ પરવાનગી આપી ન હતી.આ અરજીને ફગાવી દેતા અલ્હાબાદ હાઇકોર્ટની બે જજની ખંડપીઠે નોંધ્યું હતું કે અગાઉ એવા કેટલાંક કિસ્સા છે કે જેમાં કોર્ટે લાઉડસ્પીકર પર પ્રાર્થના કરવાને મૂળભૂત અધિકાર માન્યો નથી. અઝાન ઇસ્લામ ધર્મનો અભિન્ન હિસ્સો છે, પરંતુ તે માટે લાઉડસ્પીકરનો ઉપયોગ તેનો અભિન્ન હિસ્સો નથી. કોર્ટે નોંધ્યું હતું કે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ પતાવટ થયેલો મુદ્દો છે.

કાયદો હવે સ્થાપિત છે કે મસ્જિદમાંથી લાઉડસ્પીકરનો ઉપયોગ મૂળભૂત અધિકાર નથી. અમે માનીએ છીએ આ પિટિશન સંપૂર્ણપણે ખોટી ધારણા આધારિત છે. ઇસ્લામમાં એક દિવસમાં પાંચ વર્ષ વખત નમાઝ માટે અઝાન કરવામાં આવે છે. ધાર્મિક અને ઉજવણીના હેતુઓ માટે લાઉડસ્પીકરના ઉપયોગ સામે સંખ્યાબંધ પિટિશન થયેલી છે. કોર્ટના આદેશ નિર્ધારિત સમય પછીના ઉપયોગ અંગે એકસમાન છે. આ અંગે કોર્ટનો છેલ્લો આદેશ મહામારીની શરૂઆત એટલે કે 15 મે 2020ના રોજ આવ્યો હતો. તે સમયે પણ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે અઝાન ઇસ્લામનો આવશ્યક અને અભિન્ન ભાગ છે. તે લાઉડસ્પીકરના ઉપયોગ વગર માનવીય અવાજ સાથે કરી શકાય છે. તે સમયે લોકડાઉનની જોગવાઈ વચ્ચે અઝાનની પરવાનગી માગવામાં આવી હતી. ફેબ્રુઆરી 2022માં હાઇકોર્ટે મંદિર અને મસ્જિદ બંનેમાં લાઉડસ્પીકરના ઉપયોગની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો.