Boris Johnson criticizes Prime Minister Rishi Sunak's Brexit deal

વડાપ્રધાન બોરિસ જોન્સન તથા નાણાં પ્રધાન ઋષિ સુનકને કોવિડ-19 લોકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરી પાર્ટીઓમાં હાજરી આપવા બદલ દંડ કરાશે, તો બોરિસના પત્ની કેરી જોન્સનને પણ ફિક્સ્ડ પેનાલ્ટીની નોટીસ અપાશે.
સરકારના અધિકારીઓએ એ વાતને સમર્થન આપ્યું હતું કે, ત્રણેને મેટ્રોપોલિટન પોલીસ તરફથી દંડ અંગેના નોટિફિકેશન મળ્યા છે, પણ બોરિસ અને સુનકના પ્રવકત્તાએ એવું કહ્યું છે કે, તેમને કઈ ઈવેન્ટ (પાર્ટી) બદલ દંડ કરાશે, તેની સ્પષ્ટતા કરાઈ નથી. જો કે, આ ત્રણે જુન 2020માં વડાપ્રધાન બોરિસ જોન્સનના બર્થડેના પ્રસંગે એક જ પાર્ટીમાં એક સાથે ઉપસ્થિત રહ્યા હોવાના અહેવાલો છે.

લોકડાઉન દરમિયાન વડાપ્રધાનના સત્તાવાર નિવાસે યોજાએલી પાર્ટીઓનો વિવાદ ચગતાં આખરે બોરિસ જોન્સને વરિષ્ઠ સરકારી અધિકારી સુશ્રી સુ ગ્રેને આ પાર્ટીઓમાં કોઈ કાનૂન ભંગ થયો હોય તો એ મુદ્દે તપાસ સોંપી હતી. મેટ્રોપોલિટન પોલીસે શરૂઆતમાં તો એવું કહ્યું હતું કે, તે આ પાર્ટીઓના આક્ષેપો વિષે તપાસ નહીં કરે, પણ સુ ગ્રેએ કેટલીક માહિતી પોલીસ અધિકારીઓને આપ્યા પછી મેટે નિર્ણય બદલ્યો હતો.

સુ ગ્રેએ આપેલા વચગાળાના રીપોર્ટમાં એવું તારણ કાઢ્યું છે કે, ડાઉનિંગ સ્ટ્રીટમાં નેતાગીરી નિષ્ફળ રહી છે. જો કે, મેટ પોલીસ તેની તપાસ પુરી કરે નહીં ત્યાં સુધી સુ ગ્રેનો આખો રીપોર્ટ જાહેર કરાશે નહીં. સુ ગ્રેના આ વચગાળાના રીપોર્ટના પ્રતિભાવમાં વિરોધ પક્ષ લેબરના નેતા સર કેર સ્ટાર્મર તથા સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને કહ્યું હતું કે, બોરિસ જોન્સન અને ઋષિ સુનકે રાજીનામા આપી દેવા જોઈએ.

તો કોવિડ 19 બીરેવ્ડ ફેમિલીઝ ફોર જસ્ટીસ ગ્રુપના પ્રવકત્તા લોબી અકિન્નોલાએ પણ કહ્યું હતું કે, “હવે વડા પ્રધાન કે ચાન્સેલર, બેમાંથી એકેય પોતાના પદ ઉપર ચાલુ રહી શકે તેવી કોઈ સ્થિતિ જ નથી. સામાન્ય પ્રજાજનો ગંભીર રીતે બિમાર કે મોતના મુખમાં ઘકેલાયેલા પોતાના પ્રિયજનો સાથે પણ રહી શકતા નહોતા એવા સમયે સરકારના આવા ટોચના મિનિસ્ટર્સ પાર્ટીઓમાં મહાલતા હોય તે માહિતી પણ ખૂબજ અસાધારણ રીતે દર્દનાક છે.”

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન અને તેમના ચાન્સેલરે એ વખતે જુઠ્ઠાણું ચલાવ્યું અને પોલીસ વચ્ચે દરમિયાન થઈ ના હોત, તો એ જુઠ્ઠાણું હજું પણ ચાલતુ રહેતું હોત તે વાસ્તવિકતા તદ્દન શરમજનક છે. તેઓએ કાયદાનો ભંગ કર્યો હતો અને એટલું ઓછું હોય તેમ આપણને બધાને મૂર્ખ માનતા હતા. ગ્રીન પાર્ટીના નેતા એડ્રિઅન રામસે અને લિબ ડેમ્સના નેતા સર એડ ડેવીએ પણ આવી જ લાગણી વ્યક્ત કરી હતી. ડેવીએ તો એવું પણ કહ્યું હતું કે, સંસદની ઈસ્ટર રીસેસ ટુંકાવી તેની બેઠક યોજાવી જોઈએ અને તેમાં બોરિસ જોન્સન સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થવી જોઈએ. ગયા વર્ષે ડીસેમ્બરમાં સૌપ્રથમ એવા અહેવાલો રજૂ થયા હતા કે, 2020 અને 2021માં કોવિડ લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટમાં (સરકારના મિનિસ્ટર્સના કાર્યાલયો અને નિવાસ) પાર્ટીઓ યોજાઈ હતી. વડાપ્રધાન જોન્સને પહેલા એવું આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, કોવિડની તમામ ગાઈડલાઈન્સનું પાલન થયું છે. પછી ધીમે ધીમે વધુ ને વધુ પાર્ટીઓ થયાના અહેવાલો આવવા લાગ્યા હતા અને આખરે તેમને તપાસના આદેશો આપવા પડ્યા હતા.