અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે કોવીડ-19 થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા માટે મૃતકના પરિવારજનો માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા અનુસાર જિલ્લા પંચાયત, અમદાવાદના હદ વિસ્તારમાં કોવીડ-19 ના કારણે મૃત્યું પામેલા નાગરિકોના પરિવારજનોને Medical Certification of Cause Of Death(MCCD) ના ફોર્મ નંબર -4 અથવા 4-એ ની નકલ મેળવવાની રહેશે. જે
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્ર, અમદાવાદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી ખાતેના જન્મ-મરણ ટેબલ, તમામ તાલુકા મથકો ખાતેના જનસેવા કેન્દ્ર, તમામ તાલુકા હેલ્થ ઓફિસ તેમ જ ગ્રામ્ય વિસ્તારમાં રજિસ્ટ્રાર(જન્મ-મરણ) અને તલાટી કમ મંત્રીશ્રી ગ્રામ પંચાયત કચેરી ખાતેથી અરજીપત્રક મળશે. આ ફોર્મ નગરપાલિકા વિસ્તારમાં રજિસ્ટ્રાર(જન્મ-મરણ) અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીની કચેરીમાંથી મળશે. કેન્ટોનમેમેન્ટ વિસ્તારમાં રજિસ્ટ્રા(જન્મ-મરણ) અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી, કેન્ટોનમેન્ટ બોર્ડ ખાતેથી અરજીપત્રક મળશે. અરજીપત્રક www.collectorahmedabad.gujarat.gov.in વેબસાઈટ પરથી પણ મળશે. વળી તે, સાદા પેપરમાં પરિશિષ્ટ-1 નમુના મુજબ અરજીમાં પણ ગ્રાહ્ય રાખવામાં આવશે.
અરજદારે (પરિશિષ્ટ-1) ની સાથે મૃતકનો મરણનો દાખલો, અરજી કરનારનું આઈડી પ્રૂફ આપવાનું રહેશે. ત્યારબાદ જ જન્મ-મરણ રજિસ્ટ્રાર તરફથી ફોર્મ નં- 4 કે 4- અ આપવામાં આવશે.
જે કિસ્સામાં પરિશિષ્ટ મુજબ અરજી કરતા રજિસ્ટ્રાર, જન્મ-મરણ ખાતે Medical Certification of Cause Of Death(MCCD) ફોર્મ નં-4 અથવા 4- એ ઉપ્લબ્ધ ના હોય ત્યારે પરિશિષ્ટ -2 મુજબ MCCD અપ્રાપ્યતા પ્રમાણપત્ર( Non-Availability of MCCD) રજિસ્ટ્રાર, જન્મ-મરણ દ્વારા અરજદારને આપવામાં આવશે.
Medical Certification of Cause Of Death(MCCD) ના ફોર્મ નંબર- 4 અથવા 4-એ રજિસ્ટ્રાર, જન્મ-મરણ ઓફિસથી મેળવ્યા બાદ જો અરજદારને તેમાં દર્શાવેલા મરણનું કારણ(Cause of Death) માટે સંતોષ ન હોય ત્યારે કોવીડ -19 થી મૃત્યુ વિષયક ખાતરી સમિતિ(Covid 19 Death Ascertaining Committee) ખાતે પરિશિષ્ટ -3 માં અરજી કરવાની રહેશે.
પરિશિષ્ટ -3 – અરજીપત્રક અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્ર, અમદાવાદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી ખાતેના જન્મ-મરણ ટેબલ, તમામ તાલુકા મથકો ખાતેના જનસેવા કેન્દ્ર, તમામ તાલુકા હેલ્થ ઓફિસ તેમ જ ગ્રામ્ય વિસ્તારમાં રજિસ્ટ્રાર(જન્મ-મરણ) અને તલાટી કમ મંત્રીશ્રી ગ્રામ પંચાયત કચેરી ખાતેથી અરજીપત્રક મળશે. આ ફોર્મ નગરપાલિકા વિસ્તારમાં રજિસ્ટ્રાર(જન્મ-મરણ) અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીની કચેરીમાંથી મળશે. કેન્ટોનમેમેન્ટ વિસ્તારમાં રજિસ્ટ્રા(જન્મ-મરણ) અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી, કેન્ટોનમેન્ટ બોર્ડ ખાતેથી અરજીપત્રક મળશે. અરજીપત્રક www.collectorahmedabad.gujarat.gov.in વેબસાઈટ પરથી પણ મળશે. સાદા પેપરમાં પરિશિષ્ટ -3 નમુના મુજબ પણ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે. પરિશિષ્ટ -3 ના નમુના પત્રકમાં અરજી કરવી અને તેમાં બીડાણ(ચેકલીસ્ટ) નીચે મુજબના ડોક્યુમેન્ટ અચૂક બીડવાના રહેશે.