ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ ગુરુવારે 163.84 કરોડ (1,63,84,39,207)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. આજના હંગામી ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચે મુજબ
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,76,77,328 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 3,06,357 દર્દીઓ સાજા થયા છે, જેથી સાજા થવાનો દર 93.33 % થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 2,86,384 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસનું ભારણ હાલમાં 22,02,472. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 5.46% છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,62,261 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 72.21 કરોડથી વધારે (72,21,66,248) પરીક્ષણો કરવામાં આવ્યા છે.સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 17.75% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 19.59% નોંધાયો છે.