Getty Images)

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસને લીધે ચિંતાજનક સ્થિતિમાં વધુ એક રાજ્યએ લોકડાઉન લંબાવ્યુ છે. દેશભરમાં કોરોના સંક્રમણના કુલ કેસ 5,48,000થી વધી ગયા છે એવામાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રએ અનલોક ન અપનાવતા રાજ્યને 31 જૂલાઇ સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્ર સરકારના મિશન બિગેન અગેન હેઠળ જારી કરેલા નિર્દેશ મુજબ મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં બિન જરુરી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સાથે બજારોમાં ઓડ-ઇવન વર્તમાન વ્યવસ્થાને યથાવત રાખવાના આદેશ છે.ઠાકરે સરકારે લોકડાઉનમાં કેટલીક રાહતો પણ પહેલાની જેમ જ આપી છે.

કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં સંક્રમણના કુલ કેસ વધીને 1,64,000ને પાર પહોંચી ગયા છે, જ્યારે મૃત્યુઆંક વધીને 7429 સુધી પહોંચી ગયો છે. આ પહેલા કોરોના મહામારીની ગંભીર સ્થિતિને જોતા પશ્ચિમ બંગાળની બેનરજી સરકારે લોકડાઉન લંબાવીને 31 જૂલાઇ સુધી લાગૂ કર્યુ હતું. ઝારખંડ રાજ્ય સરકારે પણ કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને લીધે રાજ્યમાં લોકડાઉન 31 જૂલાઇ સુધી લંબાવ્યુ હતું.