ભારતમાં ફ્લાઇટમાં પ્રવાસ કરતા લોકો માટે સરકારે નવા નિયમો જાહેર કર્યા છે.
જે મુજબ યાત્રીઓએ વિમાનમાં કોવિડ-19ના નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે. પ્રવાસ દરમિયાન ચહેરા પર માસ્ક પહેરવાનું શારીરિક અંતર ફરજિયાત રાખવું જરૂરી રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની માર્ગદર્શિકા પ્રમાણે જો કોઇ પ્રવાસી આ નિયમોનું પાલન નહીં કરે તો તેને પોલીસ જેવી સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવશે અને જરૂર પડશે તો તેની સામે કાર્યવાહી પણ કરાશે. ફ્લાઇટમાં જો કોઈ માસ્ક નહીં પહેરતો તો તેને વિમાનમાંથી  ઉતારી દેવામાં આવશે. ઉપરાંત એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓ કોઈને પણ માસ્ક વગર ટર્મિનલમાં પ્રવેશ કરવાની મંજૂરી આપશે નહીં. જો કોઈ પ્રવાસી કોવિડ-19ના નિયમોનું પાલન નહીં કરે તો તેને ચેતવણી આપ્યા પછી સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવશે.
જો કોઈ પ્રવાસી વિમાનમાં વારંવાર ચેતવણી આપ્યા પછી પણ યોગ્ય રીતે માસ્ક નહીં પહેરે તો તેને ફ્લાઇટ ઉપડતા અગાઉ જ ઉતારી દેવામાં આવશે.