કોવિડ-19 મહામારીએ નવા વર્ષે નવી લહેર સાથે વિશ્વભરને બાનમાં લીધું છે. સતત ત્રીજા વર્ષે વિશ્વભરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 30 કરોડથી પણ વધી ગઇ છે. તેની સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક પણ 54 લાખ કરતા વધી ગયો છે. તો તેનાથી રક્ષણ મેળવવા માટે કુલ 9.33 બિલિયન ડોઝ રસીના આપવામાં આવ્યા હોવાનું જોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગે જણાવ્યું હતું.
કોરોનાની સૌથી વધારે ખરાબ અસર અમેરિકામાં થઇ છે. અહીં કોરોનાના સૌથી વધુ 5,84,89,268 કેસો નોંધાયા હતા અને તેના કારણે કુલ મૃત્યુઆંક 8,33,996થી વધી ગયો છે. જ્યારે બ્રાઝિલમાં કોરોનાના કુલ 22,328,252 કેસો અને 6,19,654 મોત નોંધાયા છે.
વિશ્વમાં એક કરોડ કરતાં વધારે કેસો નોંધાયા હોય તેવા દેશોમાં બ્રિટન, ફ્રાન્સ અને રશિયાનો સમાવેશ થાય છે. જ્યારે બે લાખ કરતાં વધારે મોત જ્યાં થયા છે તેવા દેશોમાં રશિયા, મેક્સિકો અને પેરુનો સમાવેશ થાય છે.