Azeem Rafiq (Photo by DANIEL LEALAFP via Getty Images) GettyImages-1247576101-scaled

ઈંગ્લેન્ડના ક્રિકેટ વડાઓએ તા. 27ના રોજ લંડનમાં સ્વતંત્ર ક્રિકેટ ડીસીપ્લીન કમિશન (CDC) પેનલને ભલામણ કરી છે કે યોર્કશાયર ક્રિકેટ કાઉન્ટીને રેસીઝમ માટે £500,000નો દંડ કરવામાં આવે અને અઝીમ રફીકના રેસીઝમના કૌભાંડને આયોગ્ય રીતે હેન્ડલ કરવા બદલ ભારે પોઈન્ટની કપાત કરવામાં આવે.

ગવર્નિંગ બોડી ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે સૂચવ્યું કે £350,000 ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવા જોઈએ જ્યારે બાકીના £150,000 જાન્યુઆરી અને જૂન 2024 વચ્ચે હપ્તામાં ચૂકવવાના રહેશે. પાકિસ્તાનમાં જન્મેલા 32 વર્ષના બોલર રફીકે ઇંગ્લિશ કાઉન્ટી યોર્કશાયર સાથેના પોતાના બે વખતના જોડાણ દરમિયાન થયેલા રેસીઝમ અને બુલીઇંગ અંગે સપ્ટેમ્બર 2020માં આક્ષેપો કર્યા હતા. યોર્કશાયર કાઉન્ટીએ ફેબ્રુઆરીમાં રફીકના કેસમાં ગેરરીતિને લગતા ચાર આરોપો સ્વીકાર્યા હતા. યોર્કશાયરના છ ભૂતપૂર્વ ખેલાડીઓને જાતિવાદી ભાષાનો ઉપયોગ કરવા બદલ દોષિત ઠેરવ્યા બાદ CDC દ્વારા ગયા મહિને દંડ ફટકારવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોનને સંભાવનાઓનો લાભ આપીને રેસીસ્ટ ભાષાનો ઉપયોગ કરવાના આરોપમાંથી મુક્ત કરાયો હતો.

ECB એ રમતગમતના પ્રતિબંધોની જરૂર હોવાનું જણાવી 2023 કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 48 થી 72 પોઈન્ટની કપાત અને વ્હાઇટ બોલની સ્પર્ધાઓમાં કપાતનો પ્રસ્તાવ મૂક્યો હતો.

યોર્કશાયર કાઉન્ટીના વકીલ ડેનિયલ સ્ટિલિટ્ઝે “ખૂબ ખેદજનક પ્રકરણ” વિશે ફરી એકવાર રફીકની માફી માંગી કહ્યું હતું કે યોર્કશાયરને આ ઘટનાઓને કારણે પહેલાથી જ “નુકસાન” સહન કરવું પડ્યું છે. 11 સ્પોન્સરર ક્લબમાંથી પાછા હચી ગયા છે અને ક્લબને ફડચામાં જતી અટકાવવા માટે નાણાકીય મુદ્દાઓ પર ધ્યાન આપવું પડશે.

LEAVE A REPLY

8 − 2 =