Photo Courtesy - THE DIANA AWARD

સ્વર્ગસ્થ પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયેનાની સ્મૃતિમાં લંડનમાં શુક્રવારે અપાયેલા ડાયેના એવોર્ડ્ઝમાં ભારતીય યુવાન એક્ટીવીસ્ટ્સ, માનવતાવાદીઓ અને ઉદ્યોગસાહસિકોનો દબદબો રહ્યો હતો. જાહેર કરાયેલા વિશ્વવ્યાપી વિજેતાઓમાં નીચે મુજબના યુવાન-યુવતીઓનો સમાવેશ થાય છે.

  • સાન્યા સાકેત: ફીમેલ જનાઇટલ કટીંગ (FGC) પર જાગૃતિ ફેલાવતા વૈશ્વિક યુવા સંગઠન ‘સ્કારલેટ ઉડાન’ના સ્થાપક.
  • દિવા ઉત્કર્ષ (ઉ.વ. 14): કર્ણાટકમાં ડાયાબિટીસથી પીડાતા વંચિત બાળકો માટે આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં માનવતાવાદી ‘પ્રોજેક્ટ સૂર્ય’ માટે.
  • અમેય અગ્રવાલ: 15 વર્ષથી નેફ્રોટિક સિન્ડ્રોમ સામે લડત આપી NGO ‘નેફ્રોહેલ્પ’ દ્વારા સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટને સક્ષમ કરવા માટે ભંડોળ અને સ્પોન્સરશિપ એકત્ર કરનાર.
  • ગુણીષા અગ્રવાલ: ‘હેલ્પ ચેન્નાઈ ઇનીશીયેટીવ’ની સ્થાપના કરી 600 થી વધુ વંચિત વિદ્યાર્થીઓને ડિજિટલ ડીવાઇસીસ આપી ઑનલાઇન શિક્ષણ મેળવવામાં મદદ કરનાર.
  • જોય અગ્રવાલ: વંચિત વિદ્યાર્થીઓને સંશોધનાત્મક/અનુભવાત્મક STEM અને ટ્રાઇબલ એન્ટ્રપ્રેન્યોરશીપ એજ્યુકેશન આપવા ‘પ્રોજેક્ટ જ્ઞાન’ની રચના કરનાર.
  • ઉદય ભાટિયા, ‘ઉદય ઈલેક્ટ્રીક’: ભારતમાં 950થી વધુ ઘરોને પ્રકાશિત કરી 3,000થી વધુ યુનિટનું વેચાણ કરનાર.
  • રિયા ચોપરા, ‘માયબોડી’: ઇટીંગ ડીસોર્ડર અને બોડી ડિસમોર્ફિયા માટે જાગૃતિ વધારવા માટે.
  • સાનવી ઢીંગરા, NGO ‘સિન્ડ્રેલાઝ ગોટ વિંગ્સ’, વંચિત છોકરીઓને આર્થિક શિક્ષણ તથા સીવણ જેવા મૂળભૂત કૌશલ્યો શીખવીને સશક્ત બનાવનાર.
  • તારુષ ગ્રોવર, ‘વોલેનિટી’ (ઉ.વ. 16): હાઇસ્કુલના વિદ્યાર્થીઓને સર્વગ્રાહી વિકાસ આપવા બદલ.
  • માનસી ગુપ્તા ‘Huesofthemind Foundation’: માનસિક સુખાકારી, માનસિક સ્વાસ્થ્ય સેવાઓને સુલભ અને સસ્તી બનાવવા બદલ.
  • રિદ્ધિ જાવલી, ‘પ્રોજેક્ટ રિપીટ’ (ઉ.વ. 17) ગ્રામીણ વિસ્તારોમાં કન્યાઓને સસ્ટેઇનેબલ મેનેસ્ટ્રુઅલ હાઇજીન પ્રોડકટ્સ આપવા બદલ.
  • અનિકા ઝા, ‘cHHange – It’s Normal’: કિશોરોને વિશ્વસનીય, વ્યક્તિગત માહિતી પ્રદાન કરીને તરુણાવસ્થામાં જ્ઞાનના અંતરને દૂર કરનાર.
  • હેત જોશી, ‘આદિરા ફાઉન્ડેશન’: ભારતના દૂરના વિસ્તારોમાં સેનિટરી ઉત્પાદનો અને શિક્ષણ આપવા બદલ.
  • સ્વેતા કન્નન, ‘ધ લલિતા ફાઉન્ડેશન’: કેન્સરના દર્દીઓની મનોવૈજ્ઞાનિક સુખાકારીમાં સુધારો કરવા
  • હાનિયા કૌર, ‘લડકી પઢાઓ’: મહિલાઓ માટે શૈક્ષણિક અધિકારોને પ્રોત્સાહન આપવા ગ્રામીણ વિસ્તારોની છોકરીઓને GPS ટ્રેકર સાથેની સાયકલ આપી તેમનું શિક્ષણ સુરક્ષિત કરbe yon. તારિની મલ્હોત્રા, ‘નયી સુબાહ ફાઉન્ડેશન’: શૈક્ષણિક સંસ્થા માટે.
  • પ્રાચી મિશ્રા, ‘પ્રોજેક્ટ નિલય’: ઓડિશામાં સામાજિક રીતે વંચિત, ગરીબીથી પીડિત બાળકોની સેવા કરવા બદલ.
  • પવન પાટીલ, ટ્યુબલાઇટ ફાઉન્ડેશન. સોશિયલ ઇનોવેશન માટે.
  • અગસ્ત્ય સિંહા, ‘ધ ક્લાઉડ કેનવાસ’: ઇન્ક્લુસિવ લર્નિંગ પ્લેટફોર્મ માટે.
  • દેવ શાહ, ‘નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ’.
  • નિર્વાણ સોમાની, ‘પ્રોજેક્ટ જીન્સ – બ્લુ ટુ ગ્રીન’: બેઘર લોકો માટે જૂના જીન્સમાંથી સ્લીપિંગ બેગ બનાવા બદલ.

અદ્વિકા વિક્રમ અગ્રવાલ: સામુદાયિક કાર્ય દ્વારા પરિવર્તન લાવવા બદલ.

LEAVE A REPLY

five + eight =