બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરૂનના લંડન સ્થિત ઘરની પાસે હુમલો થયો છે. હુમલા બાદ તેમના ઘરની સુરક્ષા વધારવામાં આવી છે અને ઘરની પાસે પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ગયા સોમવારે થયેલા આ હુમલામાં ડેવિડ કેમરૂનની ઘરની પાસે સ્થિત એક કોટેજ નષ્ટ થઈ ગયું હતું. આ મામલે એક સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ, તેમની ઘરની પાસે વસવાટ કરનારા એક વ્યક્તિએ દાવો કર્યો છે કે, કોટેજમાં લાગેલી આગ ડેવિડ કેમરૂન અને તેમની પત્નીના કોટેજને નિશાનો બનાવીને કરવામાં આવેલા હુમલાનો પરિણામ છે. જો કે આ હુમલો સફળ રહ્યો નહતો. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરૂનના ઘર પર નિશાનો બનાવીને કરવામાં આવેલા હુમલામાં પોલીસે નોર્થહેમ્પટનશાયરના નોઈંગબોરોના એક વ્યક્તિની ધરપકડ કરી છે.