4% increase in dearness allowance of central employees pensioners
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહેલી મેએ ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો ૧ જુલાઇ, ૨૦૨૧ની અસરથી આપવાની જાહેરાત કરી હતી.

આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે. મુખ્યપ્રધાનના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.

૧ જુલાઇ, ૨૦૨૧ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ હપ્તો મે-૨૦૨૨ના પગાર સાથે અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે ચૂકવવામાં આવશે.

ઉપરાંત, ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના ૬ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ૭ ટકાનો વધારો ૧ જુલાઇ ૨૦૨૧ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન આ નિર્ણયના પરિણામે મોંઘવારી ભથ્થાના તફાવતનું ૧૦ માસનું જે એરિયર્સ કર્મચારીઓને ચૂકવવાનું થાય છે, તે બે હપ્તામાં ચૂકવવામાં આવશે.