Russian Investigative Committee/Handout via REUTERS

રશિયામાં મોસ્કો નજીક એક કોન્સર્ટ હોલમાં શુક્રવારે થયેલા ત્રાસવાદી હુમલામાં 133 લોકોના મોત થયા હતા અને 107 લોકો ઘાયલ થયાં હતાં. આ હુમલામાં સત્તાવાળાએ ચાર શંકાસ્પદ બંદૂકધારીઓ સહિત 11 લોકોની ધરપકડ કરી હતી. રશિયામાં આ હુમલો છેલ્લાં 20 વર્ષનો સૌથી ભયંકર હુમલો છે. ઇસ્લામિક સ્ટેટ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું કે તેના લડવૈયાઓએ મોસ્કોની બહારના વિસ્તારમાં મોટી સભા પર હુમલો કર્યો હતો અને હુમલાખોરો સુરક્ષિત પરત આવી ગયા છે. પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને હુમલા પાછળના લોકોને શોધી કાઢીને આકરી સજા કરવાની જાહેરાત કરી હતી.

મોસ્કોના પ્રાદેશિક ગવર્નર આંદ્રે વોરોબ્યોવે જણાવ્યું હતું કે 24 કલાકમાં કાટમાળમાંથી 133 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ડોકટરો 107 લોકોના જીવન બચાવવા માટે લડી રહ્યા છે.” અગાઉ સરકારી ટીવીના સંપાદક માર્ગારીતા સિમોન્યાને કોઇ સ્ત્રોતને ટાંક્યા વગર મૃત્યુઆંક 143 હોવાનું જણાવ્યું હતું.

રશિયન સુરક્ષા એજન્સીએ દાવો કર્યો હતો કે હુમલાખોરો યુક્રેનમાં સંપર્કો ધરાવતા હતાં અને તેઓ સરહદ તરફ જઈ રહ્યા હતા. આતંકવાદી હુમલો કર્યા પછી ગુનેગારો રશિયન-યુક્રેન સરહદ પાર કરવાનો ઇરાદો ધરાવતા હતા અને યુક્રેનિયન બાજુએ તેમના યોગ્ય સંપર્કો હતા.જોકે યુક્રેનના પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે કિવને હુમલા સાથે કંઈ લેવા દેવા નથી.

હુમલાખોરોએ બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો હતો અને અધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને ગ્રેનેડ અથવા આગ લગાડનાર બોમ્બ ફેંક્યા હતાં. હોલમાંથી જ્વાળાઓ અને કાળો ધુમાડા નીકળતા વીડિયો વાયરલ બન્યાં હતા. આગને કાબૂમાં લેવા માટે ત્રણ હેલિકોપ્ટરનો ઉપયોગ કરાયો હતો.

યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, સ્પેન અને ઇટાલી સહિતના દેશોએ હુમલાની નિંદા આકરી નિંદા કરી હતી. અમેરિકાએ હુમલાને ભયંકર ગણાવ્યો અને કહ્યું કે આ હુમલાને યુક્રેનમાં સંઘર્ષ સાથે કોઈ કડી હોવાના તાત્કાલિક સંકેત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોસ્કોમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરતાં જણાવ્યું હતું કે “અમે મોસ્કોમાં ઘૃણાસ્પદ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના પીડિતોના પરિવારો સાથે છે. ભારત દુઃખની આ ઘડીમાં સરકાર અને રશિયન ફેડરેશનના લોકો સાથે એકજૂથ છે

LEAVE A REPLY

9 + 20 =