Getty Images

ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઇ ગઇ છે. ચીફ ઇલેક્શન કમિશ્નર સુનીલ અરોરા અત્યારે જાહેરાત કરી રહ્યા છે. દિલ્હીમાં 14 જાન્યુઆરી 2020એ જાહેરનામુ બહાર પડશે. ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 21 જાન્યુઆરી છે. 22 જાન્યુઆરીએ ઉમેદવારીની ચકાસણી થશે. ચૂંટણી 8 ફેબ્રુઆરીએ શનિવારે યોજાશે. આ સિંગલ ફેઝ ચૂંટણી રહેશે. મતગણતરી 11 ફેબ્રુઆરીએ થશે.
તેમણે કહ્યું કે 13797 પોલીંગ બુથ બનાવવામાં આવ્યા છે. આયોગે ચૂંટણીની તૈયારી પૂર્ણ કરી છે. મીડિયા મોનિટરીંગ ટીમ બનાવવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયામાં 90 હજાર કર્મચારીઓની જરૂરત પડશે. સિનીયર સિટીઝન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. 80 વર્ષની ઉપરના સિનિયર સીટીઝન પોસ્ટલ બેલેટથી પણ વોટીંગ કરી શકે છે જેના માટે તેમને નવું ફોર્મ ભરવું પડશે.દિલ્હીમાં 1 કરોડ 46 લાખ મતદાર છે. હવે આચારસંહિતા દિલ્હીમાં લાગૂ થઇ જશે.
2015માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 સીટ મળી હતી. ભાજપે ત્રણ સીટ જીતી હતી જ્યારે કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી. 2015માં ચૂંટણીપંચે 12 જાન્યુઆરીએ દિલ્હીમાં ચૂંટણીની જાહેરાત કરી હતી, 7 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને 10 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થયા હતા.