નિયમિત રીતે આપની પસંદગીનું સાપ્તાહિક ‘ગરવી ગુજરાત વાંચવું’ તે ડિમેન્શિયાથી બચવા માટેનો એક ઉત્તમ માર્ગ છે તેમ કહુ તો તમે માનો ખરા? જી હા,વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જે લોકો નિયમિત રીતે, રોજે રોજ અખબાર વાંચે છે તેમને ડિમેન્શિયા (યાદશક્તિ નબળી પડવાની) થવાની સંભાવના 26 ટકા ઓછી રહે છે.

જે લોકો રોજ ‘ગરવી ગુજરાત’ વાંચે છે, શોખની પ્રવૃત્તિઓમાં કે ધંધા વ્યવસાયમાં અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે અથવા તો મનને પ્રફૂલિત કરે તેવી પ્રવૃત્તિઓ કરે છે તેમને ડિમેન્શિયા થવાનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું રહે છે.

જે લોકો પાસે સંપત્તિ હોય, લગ્ન કરેલા હોય કે રીલેશનશિપમાં હોય, ધૂમ્રપાન ન કરતા હોય અને સારું શારીરિક સ્વાસ્થ્ય ધરાવતા હોય તેમને પણ ડિમેન્શિયા થવાનું જોખમ ઘટીને 40 ટકા થઈ જાય છે. બૌદ્ધિક રૂપે કેન્દ્રિત લીઝર પ્રવૃત્તિઓ અને હળવા શારીરિક વ્યાયામથી ચિંતનાત્મક ભંડોળ બનાવવામાં મદદ મળે છે જે ન્યુરોડિજનરેટિવ ડિસોર્ડરના લક્ષણો ઘટાડી શકે છે. પ્રોફેશનલ અને માનસિક રીતે પડકારજનક નોકરી કરતા લોકો કે ડિગ્રી સ્તર સુધીના શિક્ષિત લોકોમાં પણ આ ભંડોળનું ઉચ્ચ સ્તર હતુ.

યુનિવર્સિટી કોલેજ લંડનના બીહેવીયરલ સાયન્ટીસ્ટ્સ દ્વારા કરાયેલા આ અધ્યયનમાં, 50 વર્ષથી વધુ વયના 12,280 પુખ્ત વયના લોકોની માહિતી પર 15 વર્ષ નજર રાખવામાં આવી હતી.