‘આહોઆ’ના ભૂતપૂર્વ ચેરમેન જયંતી પી. - ‘જે.પી.’ રામાનું 74 વર્ષની ઉંમરે ગુરુવારે અમદાવાદમાં અવસાન થયું છે. આજે ઓરો હોટેલ્સ તરીકે ઓળખાતી, અગાઉની જેએચએમ હોટેલ્સના તેઓ સ્થાપક હતા.

જે.પી. રામા હોટેલ ઇન્ડસ્ટ્રીના પિતામહ સમાન, દૃઢતા ધરાવનાર અગ્રણી, ઉચ્ચ ગુણો ધરાવતા માનવતાવાદી વ્યક્તિ હતા. જેમને તેમનું સાનિધ્ય મળ્યું છે તેઓ નસીબદાર છે.

તેમના માર્ગદર્શન અને દીર્ઘદૃષ્ટિએ હોસ્પિટાલિટી ઉદ્યોગને અને તેની સાથે સંકળાયેલા અનેક લોકોને પ્રેરણા આપી છે. ‘આહોઆ’માં મારા કાર્યકાળ દરમિયાન હું એ વારસો પ્રત્યક્ષ રીતે જોઇ શક્યો, જે જેપી છોડી ગયા છે.

તેમણે નિર્ણયો અને પગલાં એવા સમયે લીધા કે જેની ઉદ્યોગ અને એશિયન અમેરિકન સમુદાયને સૌથી વધુ જરૂર હતી, તેવા સમયે તેઓએ હોસ્પિટાલિટી ક્ષેત્રના અગ્રણીઓની એક પેઢીની વ્યાખ્યા પ્રસ્થાપિત કરે છે. ઉદ્યોગ પર તેમની અસર ચોક્કસ રહેશે, જોકે તેમના કાર્ય અને શિક્ષણ પ્રત્યેનો જુસ્સો આગામી અનેક પેઢીઓને પ્રેરણા આપશે. હું વર્ષોથી ઓરો યુનિવર્સિટીની પ્રગતિ જોઈ શક્યો છું. જે.પી. એ જે લોકોના જીવનમાં પરિવર્તનમાં મદદ કરી છે, તેમાં મારો પણ સમાવેશ થાય છે, તેમના કાર્યોના લાભાર્થીઓ તેમના ખૂબ ઋણી છે. મને જેપીની વિદાયનું ખૂબ દુ:ખ છે, પરંતુ તેમણે કરેલા કાર્યો અને તેઓ જે જીવન જીવ્યા તે આગળ વધશે તે જાણીને હું રાહત અનુભવું છું. તમે જે કર્યું છે અને આપ્યું છે તેના માટે જેપી અને સમગ્ર રામા પરિવારનો આભાર. જેપીના આત્માના શાંતિ મળે તેવી પ્રાર્થના.

(ડેની પટેલ પીચસ્ટેટ હોસ્પિટાલિટી, જ્યોર્જિયાના ચીફ એક્ઝિક્યુટિવ
ઓફિસર છે)