ઓગસ્ટ-1995ની આ ઘટના છે. મારા પરમ મિત્ર ડીજે રામા અને હું સાથે બેઠા હતા ત્યારે અમે જોયું કે, અમારા બંનેના પિતા અમારા તરફ ચાલીને આવતા હતા. એ સમયે મારા પિતા અને જે.પી અંકલ નવા એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશનને આગળ વધારવામાં મદદ કરતા હતા. મોટાભાગના સંતાનો એ બાબતે સહમત થશે કે, આપના પિતાનો આવા હેતુ સાથે તમારો સંપર્ક કરવો એ થોડો ડરાવનારો લાગે છે, અને તેથી ડીજે અને હું બંને તરત જ ઊભા થઇ ગયા.

જે.પી. અંકલ અમારા બંને તરફ આગળ વધ્યા અને તેમણે હસતા ચહેરે ઉષ્માસભર આલિંગન સાથે, પ્રભાવશાળી યુવાનો તરફ જોયું અને કહ્યું, ‘મિત્રો, અમને તમારા પર ખૂબ ગર્વ છે. તમે અમારું ભવિષ્ય છો.’ તેઓ ખરેખર જે કહેતા હતા તે એ હતું કે તેમને આશા હતી કે તેમની પેઢીના યોગદાનથી અમારા માટે જબરદસ્ત તકો ઊભી થશે. ડીજે, હું અને પુત્રો અને પુત્રીઓથી બનેલો સમસ્ત સમુદાય અને ઉદ્યોગ હવે અહીં જેપી અંકલ જેવા દિગ્ગજોના ખભા પર ઊભો છે.

મને કોલેજના પ્રોફેસર તરીકે માયા એન્જેલોને યાદ કરવાની તક મળી. તેમનાં સૌથી મહત્વપૂર્ણ સંદેશાઓમાંથી એક એ હતો કે, લોકો હંમેશા યાદ રાખશે કે તમે તેમને કેવો અનુભવ કરાવ્યો છે. જેમણે તમે પરિવાર, વિશ્વાસ, ઇન્ડસ્ટ્રી અને હેતુના વ્યક્તિ તરીકે પ્રેમ કર્યો એ જેપી અંકલ આપણા બધાને યાદ રહેશે. પરંતુ મારા માટે, ઘણા વર્ષો પહેલા ઉનાળાના તે દિવસે અને જેપી અંકલની હાજરીમાં મેં જે રીતે અનુભવ્યું તે હું હંમેશા મારા જીવનકાળમાં યાદ રાખીશ. ભગવાન તેમના પવિત્ર આત્માને શાંતિ અર્પે. જય શ્રી કૃષ્ણ.

(લેખક ભરત શાહ, ‘આહોઆ’ના ભૂતપૂર્વ ચેરમેન છે અને મીત શાહ, નોબલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપના સીઇઓ છે.)