લગભગ ૩૦ વરસ પછી રામાનંદ સાગરની રમાયણના પુનઃપ્રસારણથી શોના દરેક પાત્રો ચર્ચામાં છે. આ દરમિયાન સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાએ પોતાની આગામી ફિલ્મની સત્તાવાર ઘોષણા કરી છે. દીપિકા જલદી જ સરોજિની નાયડુના જીવન પર બની રહેલી ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તે મુખ્ય પાત્ર ભજવી રહી છે. સરોજિનીનું પહેલુ પોસ્ટર પણ દીપિકો જ સોશિયલ મીડિયા પરના પોતાના અકાઉન્ટ પરથી શેર કર્યું છે. દીપિકાએ આ પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, સરોજિની નાયડૂ.. પહેલુ લુક. પોસ્ટર.
આ પોસ્ટર દ્વારા આ ફિલ્મને સ્વતંત્રતા ની નાયિકાની એક અનકહી કહાની તરીકે દર્શાવામાં આવી છે. દીપિકા આ પહેલા પણ આ ફિલ્મ વિશે કહી ચુકી છે. તેણે કહ્યું હતું કે, મને સરોજિની નાયડૂની બાયોપિક ઓફર થઇ છે. લોકડાઉનના કારણે દિગ્દર્શક ધીરજ મનસ્ટ્ક્રિપ્ટ સંભળાવી શક્યા નથી, પરંતુ હાલ હું તેમને વિશે વાંચી રહી છું.
દીપિકા ચિતલિયાએ ૧૯૮૩ થી ૧૯૯૪ સુધી અનેક ફિલ્મોમા કામ કર્યું છે. પરંતુ તેને ઓળખ સીતાના પાત્રથી મળી. પરંતુ પોતાના સંતાન ઉછેર માટે તે ફિલ્મ દુનિયાથી દૂર થઇ ગઇ હતી. પરંતુ ૨૦૧૮માં તે લાંબા સમય બાદ ફિલ્મ ગાલિબથી બોલીવૂડમાં ફરી સક્રિય થઇ. તે છેલ્લે ફિલ્મ બાલા પણ નજરે ચડી હતી.