કોન બનેગા કરોડપતિ (KBC)ના 12મા સીઝનની જાહેરાત કરી દેવામાં આવી છે. પોતાના 20 વર્ષમાં પ્રવેશ કરનાર કેબીસી ભારતીય ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શોમાંથી એક છે. આ શોની ઓળખ જ એવી રહી છે કે જેમાં જ્ઞાનના દમ પર સામાન્ય લોકોનુ જીવન બદલી દેવામાં આવે છે.
આ શો સ્ટૂડિયો નેક્સ્ટના નિર્માણમાં બનશે અને સિલેક્શન પ્રોસેસ સોની લાઇવ એપ દ્વારા ડિજીટલ માધ્યમથી થશે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને ડિજીટલ સિલેક્શન પ્રોસેસની પસંદગી કરવામાં આવી છે.
આ શોને લઇને અનુમાન બાંધવામાં આવી રહ્યા છે કે, કેબીસી શો પહેલા કરતા પણ વધુ લોકો સુધી પહોંચશે અને એમાં ભાગ લેનારાઓની સંખ્યા વધશે.
KBCના 12મા સીઝનનું રજિસ્ટ્રેશન 9મેથી શરુ થશે અને 22 મે સુધી ચાલુ રહેશે. આ શો પહેલાના સમયની જેમ જ રાત્રે નવ વાગ્યે સોની પર જોવા મળશે. આ દરમિયાન અમિતાભે પૂછેલા સવાલનો સાચો જવાબ આપનારને રેન્ડમલિ સિલેક્ટ કરવામાં આવશે.
KBCના ઇતિહાસમાં પહેલી વાર સામાન્ય જ્ઞાન પરીક્ષા અને વીડિયો પ્રેજન્ટેશન સોની લાઇવ દ્વારા કરાશે, આ માટે ટ્યૂટોરિયલ ઉપલબ્ધ હશે. આ પ્રક્રિયામાં છેલ્લો તબક્કો પર્સનલ ઇન્ટરવ્યુ રહેશે.
અમિતાભ બચ્ચને પણ KBC માટે પહેલી વાર પોતાના ઘરમાં જ શૂટિંગ કર્યુ છે.