(istockphoto.com)

કેનેડા-અમેરિકા સરહદ પર બરફમાં થીજી જવાથી ગુજરાતના ડિંગુચાના એક પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મોતના આશરે ત્રણ વર્ષ પછી આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના કાવતરાના કથિત માસ્ટરમાઇન્ડ હર્ષકુમાર રમણલાલ પટેલ ઉર્ફે ‘ડર્ટી હેરી’ને મિનેસોટાની કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. ફેડરલ પ્રોસિક્યુટર્સે હર્ષકુમાર રમણલાલ પટેલ માટે લગભગ 20 વર્ષની સજાની ભલામણ કરી હતી,

આ કેસમાં સ્ટીવ સેન્ડને 10 વર્ષની અને અન્ય આરોપી સ્ટીવ એન્થની શેન્ડને સાડા છ વર્ષની જેલની સજા ફટકારી હતી. કેનેડા અને અમેરિકાની બોર્ડર પર 2022માં બરફમાં ઠુંઠવાઈને કલોલના ડિંગુચાના પરિવારના ચાર સભ્યોનું મોત થયા પછી આ આરોપીની ધરપકડ થઈ હતી.

મિનેસોટાની કોર્ટના રેકર્ડ મુજબ આ હ્યુમન ટ્રાફિકિંગ ઓપરેશનનો માસ્ટરમાઈન્ડ હર્ષકુમાર પટેલ હતો, જે ડિંગુચાનો જ રહેવાસી છે. તેની ગત વર્ષે શિકાગોથી ધરપકડ થઈ હતી. આ મામલામાં અન્ય એક આરોપી સ્ટીવ એન્થની શેન્ડ છે, જે અમેરિકાના ફ્લોરિડાનો રહેવાસી છે. તેના પર આરોપ હતો કે તે લોકોને સરહદ સુધી પહોંચાડવાનું કામ કરતો હતો.

યુએસ ડિસ્ટ્રીક્ટ જજ જોન ટુનહેમે આરોપીઓને સજા સંભળાવતા કહ્યું હતું કે, આ ગુનો અસાધારણ છે કારણ કે તેમાં બે નાના બાળકો સહિત ચાર લોકોના મોત થયા છે અને આ મોત રોકી શકાય તેમ હતાં. કોર્ટના દસ્તાવેજો મુજબ ડર્ટી હેરી અને સ્ટીવ શેન્ડ એક એવા નેટવર્કનો ભાગ હતા, જે ભારતથી લોકોને સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા લાવતા હતાં અને પછી અમેરિકામાં ઘૂસાડતા હતાં.

ડર્ટી હેરીએ કોર્ટમાં પોતાને નિર્દેોષ જણાવતા કહ્યું હતું કે, તે એક નાનો વ્યક્તિ છે અને આ હ્યુમન ટ્રાફિકિંગનો માસ્ટરમાઈન્ડ નથી. તેના વકીલે 18 મહિનાની સજા કરવા માગ કરી હતી, પરંતુ તે માગ ફગાવી દીધી હતી. ડર્ટી હેરી પહેલા જ 18 મહિના જેલમાં વિતાવી ચૂક્યો છે.

પ્રોસિક્યુટર માઈકલ મેકબ્રાઈડે કોર્ટને જણાવ્યું હતું કે, હર્ષકુમાર પટેલે આજ સુધી કોઈ પસ્તાવો વ્યક્ત કર્યો નથી. પુરાવા અને તેના સાથીના નિવેદનોમાં સાબિત થઈ ચૂક્યું હોવા છતાં તે હજુ પણ માનવા તૈયાર નથી કે તે પોતે જ ‘ડર્ટી હેરી’ છે.

ડિંગુચાના પરિવારના મોતનો મામલો સામે આવ્યા બાદ અમેરિકા ઈલીગલ ઈમિગ્રેશન સામે વધુ કડક કાર્યવાહી શરૂ કરી હતી.

જાન્યુઆરી, 2022માં ગુજરાતના કલોક તાલુકાના ડિંગુચા ગામના 39 વર્ષીય જગદીશ પટેલ, તેમના 37 વર્ષીય પત્ની વૈશાલીબેન, 11 વર્ષની દીકરી વિહાંગી અને 3 વર્ષના પુત્ર ધાર્મિકનું મોત થઈ ગયું હતું.

LEAVE A REPLY