કોરોનાના ભરડામાં અમેરિકામાં વસતા ઘણા બધા ગુજરાતીઓ સહિત ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આણંદ ખાતેના પાળજના નાગરિકનું અમેરિકામાં કોરોનાના કારણે કરૂણ મોત નિપજ્યું છે. અમેરિકામાં ડૉક્ટર તરીકે સેવા આપતા અરવિંદ પટેલનુ કોરોનાના કારણે મોત થયું છે.

ડોક્ટર અરવિંદ પટેલ અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા હતા, તે દરમિયાન તેમને ચેપ લાગ્યો હતો અને તેઓ મોટી બિમારીમાં ફસાયા હતા. પરંતુ 25 દિવસ પછી તેમનું મોત નિપજ્યું છે. અમેરિકામાં પણ ગુજરાતી સમાજમાં તેમનું વર્ચસ્વ હોવાના કારણે શોકની લાગણી ફરી વળી છે.

અમેરિકામાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 1,010,507 કેસ નોંધાયા છે અને કુલ 56,803 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ન્યૂયોર્ક અને ન્યૂજર્સી શહેરમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે કે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં ગુજરાતીઓ રહે છે.