Getty Images)

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન હકીકતમાં ચીનની કઠપુતળી છે અને અમે કોરોનાને છૂપાવવા અને તેને ફેલાવવા માટે ચીનને જવાબદાર માનીએ છીએ. ટ્રમ્પે જણાવ્યું કે, તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિપનિંગ સાથે કોઈ વાતચીત કરીને અને વાત કરવાની તેમની કોઈ યોજના પણ નથી.

ટ્રમ્પે મંગળવારે મોડી રાત્રે જણાવ્યું છે કે, ડબ્લ્યુએચઓ હકીકતમાં ચીનની કઠપુતળી છે. અમે ચીનને આ મહામારી છૂપાવવા અને દુનિયામાં ફેલાવવા માટે જવાબદાર માનીએ છીએ અને અમે કોઈ ભૂલ કરી નથી. તેઓ આ બીમારીને ફેલતા રોકી શકતા હતા અને તેમણે રોકવી જોઈતી હતી.

ટ્રમ્પે જણાવ્યું કે, મેં શી જિનપિંગ સાથએ કોઈ વાતચીત કરી નથી અને વાત કરવાનો કોઈ ઈરાદો પણ નથી. તેમણે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિના ઉમેદવાર પર જો બિડન પર પણ નિશાન તાકતા જણાવ્યું કે, જો બિડન ચીનને લઈને નરમ વલણ અપનાવી રહ્યા છે.