ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે. હવે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય વિભાગની જવાબદારી સંભાળતા નીતિન પટેલનો પણ કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસના પ્રાથમિક લક્ષણો જણાતા તેમનો આજે ટેસ્ટ કરાવયો હતો, જે પોઝિટિવ આવ્યો છે. અત્યારે તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે નીતિન પટેલે અગાઉ કોરોનાની રસીનો એક ડોઝ લીધો છે.
તેઓ છેલ્લા બે દિવસથી સતત કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન વિજય રુપાણી સાથે હતા. તેઓ અમદાવાદમાં જીએમડીસી ખાતે 900 બેડની હોસ્પિટલના નિરીક્ષણ સમયે પણ સાથે હતા. કાલે તેઓ અમિત શાહ સાથેની હાઈલેવલ મીટિંગમાં પણ સાથે રહ્યા હતા. આ સિવાય આજે તેઓ ગાંધીનગરમાં પણ એક ઓક્સિજન પ્લાંટના ઉદ્ઘાટનમાં પણ અમિત શાહ અને વિજય રુપાણીની સાથે હતા.