રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત (ANI Photo)

રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તાધારી કોંગ્રેસ સામે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોર (ઇડી)ની તાબડતોબ કાર્યવાહી કરી હતી. ઇડીએ ગુરુવારે કથિત પરીક્ષા પેપર લીક કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે જયપુર અને સીકરમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના ઠેકાણા પર દરોડા પાડ્યા હતાં અને વિદેશી હૂંડિયામણ ઉલ્લંઘન કેસમાં રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને શુક્રવારે હાજર થવાનું સમન્સ પાઠવ્યું હતું.

ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ દરોડા પાડ્યા હતા. ઇડીની ટીમો સાથે કેન્દ્રીય અર્ધલશ્કરી દળ સીઆરપીએફનો સશસ્ત્ર જવાનો પણ હતા. કોંગ્રેસે રાજસ્થાનમાં તેના નેતાઓ સામે EDની કાર્યવાહી અંગે કેન્દ્રની આકરી ટીકા કરી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ચૂંટણી લડવામાં તપાસ એજન્સીઓની મદદ લેવાનો આક્ષેપ કર્યો હતો.

પેપર લીક મામલામાં રાજસ્થાન પોલીસે દાખલ કરેલી ફરિયાદને આધારે ઇડીએ મની લોન્ડરિંગ તપાસ ચાલુ કરી છે. આરોપીઓએ એકબીજા સાથે મળીને વરિષ્ઠ શિક્ષક ગ્રેડ II સ્પર્ધાત્મક પરીક્ષા, 2022ના સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર લીક કર્યું કરીને ઉમેદવાર દીઠ રૂ.8-10 લાખ લઇને પેપર આપ્યું હતું.

 

LEAVE A REPLY

five × four =