FILE PHOTO: REUTERS/Stephane Mahe/File Photo

ટાટા ગ્રૂપ અઢી વર્ષમાં સ્થાનિક અને વૈશ્વિક બજારો માટે ભારતમાં એપલના આઇફોનનું ઉત્પાદન ચાલુ કરશે, એવી ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ગુરુવારે જાહેરાત કરી હતી. તેમણે ટાટાની ટીમને એપલની સપ્લાયર વિસ્ટ્રોનનો ભારત ખાતેનો પ્લાન્ટ ખરીદવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં અને વિસ્ટ્રોન જૂથના યોગદાન માટે આભાર પણ માન્યો હતો. વિસ્ટ્રોન એપલની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ છે.

આ હિલચાલ ભારતની વધતી જતી મેન્યુફેક્ચરિંગ ક્ષમતા દર્શાવે છે તથા તે ચીની બનાવટના નવા ડિવાઇસનું વિશ્વભરમાં વેચાણ કરવાની એપલની અગાઉની વ્યૂહરચનામાં મોટો ફેરફાર પણ છે. આની સાથે ટાટા ગ્રૂપ આઇફોનનું ઉત્પાદન કરનારું ભારતનું પ્રથમ સ્વદેશી ઔદ્યોગિક ગ્રૂપ બનશે. ટાટા ગ્રૂપે એપલની સપ્લાય વિસ્ટ્રોન કોર્પનું બિઝનેસ 125 મિલિયન ડોલરમાં ખરીદ્યો છે.

એપલ સપ્લાયર વિસ્ટ્રોનની ફેક્ટરી હસ્તગત કરવાની ડીલ શુક્રવારે ફાઇનલ કરવામાં આવી હતી. વિસ્ટ્રોનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શુક્રવારે આ વેચાણને મંજૂરી આપી હતી. ટાટાના ટેકઓવર પછી, ભારતને એપલની પ્રોડક્ટ માટે પ્રથમ સ્થાનિક પ્રોડક્શન લાઇન મળશે. ટાટા ગ્રુપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TEPL) સાથે વિસ્ટ્રોન ઈન્ફોકોમ મેન્યુફેક્ચરિંગ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડને 125 મિલિયન ડોલર (આશરે રૂ. 1000 કરોડ)માં વેચવા માટે એક સોદો કરવામાં આવ્યો છે.

એપલના આઇફોનનું ભારતમાં એસેમ્બલિંગ મુખ્યત્વે પેગાટ્રોન કોર્પોરેશન અને ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપ જેવી તાઈવાનની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કરે છે. વિસ્ટ્રોન પણ ત્રીજા ઉત્પાદક કંપની છે.

LEAVE A REPLY

eleven − five =