પ્રતિક તસવીર : કમળાબેન પટેલ

વૈજ્ઞાનિક સલાહકારોને વૃધ્ધ વડિલો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોરોનાવાઇરસ સામેની બુસ્ટર રસી આપવા વિનંતી કરી છે. લ્યુકેમિયા ધરાવતા લોકો, કીમોથેરાપી અથવા શક્તિશાળી સ્ટેરોઇડ્સ સહિત અન્ય દવાઓ લેતા અડધા મિલિયન લોકોને રસીના બે ડોઝ પછી તેમની રોગપ્રતિકારક પ્રતિક્રિયાને વધારવા માટે ત્રીજો ડોઝ આપવામાં આવશે.

ધ જોઇન્ટ કમીટી ઓન વેક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન (JCVI) એ કહ્યું હતું કે આ રસીકરણ બૂસ્ટર ઝુંબેશથી અલગ જ છે, જે સોમવારથી શરૂ થવાનું હતું. સમિતિએ હજુ અંતિમ સલાહ આપી ન હોવાથી આમાં વિલંબ થવાની શક્યતા છે. “મિક્સ એન્ડ મેચ” વ્યૂહરચના અંતર્ગત અગાઉ એસ્ટ્રાઝેનેકા ડોઝ મેળવનારા લોકો માટે ફાઇઝર અથવા મોર્ડનાનો ઉપયોગ ટોપ-અપ રસીકરણ માટે કરશે. JCVI નબળુ આરોગ્ય ધરાવતા લોકોને બચાવવા માટે અને શિયાળાની લહેરને મંદ કરવામાં મદદ કરવા માટે બૂસ્ટર ડોઝને અધિકૃત કરવા માટે વધતા દબાણ હેઠળ છે.

કેસોમાં વધારા સાથે સંઘર્ષ કરતા સ્કોટલેન્ડમાં નાઈટક્લબ અને મોટા પ્રસંગોએ વેક્સીન પાસપોર્ટ રજૂ કરતું સ્કોટલેન્ડ યુકેનો પ્રથમ દેશ બન્યો છે.

ઇંગ્લેન્ડમાં કોરોનાવાયરસ કેસ સતત આઠમા દિવસે કેસોનો સરેરાશ દર ઘટી રહ્યો છે. જો કે શાળાઓ શરૂ થતાં અને લોકો ઓફિસોમાં પરત ફરી રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિક સલાહકારોને ઝડપથી કોવિડ કેસોમાં વધારો થવાનો ભય છે. જો કે હાલમાં સરેરાશ રોજના 92 મૃત્યુ નોંધાય છે.

ભૂતપૂર્વ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે સરકારને ઇઝરાયલના ઉદાહરણને અનુસરવા વિનંતી કરી હતી, જ્યાં 30 થી વધુ વયના લોકોને બુસ્ટર ડોઝ લેવા પ્રોત્સાહિત કરાય છે. ત્યાં બૂસ્ટર ડોઝ “સ્પષ્ટ રીતે કામ કરી રહ્યા છે. હોસ્પિટલમાં પ્રવેશ સ્થિર થઈ ગયો છે.