Getty Images)

ઈંગ્લેન્ડે માન્ચેસ્ટરની પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું. આ સાથે યજમાન ટીમે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ લીધી છે. બીજી ટેસ્ટ મેચ 13 ઓગસ્ટથી સાઉથમ્પ્ટનમાં રમાશે.શનિવારે (9 ઓગસ્ટ) પુરી થયેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ માટે જોસ બટલરે બીજી ઈનિંગમાં 75 અને ક્રિસ વોક્સે અણનમ 84 રન કર્યા હતા.

બન્નેએ છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 139 રન કર્યા હતા. આ પહેલા ચોથા દિવસે શનિવારે પાકિસ્તાન બીજી ઈનિંગમાં 169 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઈંગ્લેન્ડ માટે વિજયનો 277 રનનો મુશ્કેલ ટાર્ગેટ હતો. શાનદાર ફોર્મમાં રહેલા બ્રોડે બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

બેન સ્ટોક્સ અને ક્રિસ વોક્સને 2-2 વિકેટ તથા જોફ્રા આર્ચર અને ડોમ બેસને એક-એક વિકેટ મળી હતી.પાકિસ્તાનના પ્રથમ ઈનિંગના 326ના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 219 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે, પહેલી ઈનિંગમાં 107 રનની જંગી સરસાઈ છતાં પાકિસ્તાનનો પરાજય થયો હતો.