પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સિવિલ સર્વિસની વર્ષ 2022 માટેની પરીક્ષામાં ઉમેદવારોને વધારાના એક પ્રયાસની છૂટ આપવાની કોઇ દરખાસ્ત વિચારણા હેઠળ નથી, એવી સરકારે રાજ્યસભામાં ગુરુવારે માહિતી આપી હતી. કોરોના મહામારીને કારણે સિવિલ સર્વિસની એક્ઝામમાં ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ અને એક વધારાના પ્રયાસની છૂટ આપવાની સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન્સ થઈ હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે આ મુદ્દાની વિચારણા થઈ હતી તથા પરીક્ષામાં બેસવાના પ્રયાસની સંખ્યા અને વયમર્યાદાની હાલની જોગવાઈમાં ફેરફાર કરવાનું શક્ય નથી. એમ સરકારે જણાવ્યું હતું. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઇએએસ), ઇન્ડિયન ફોરેન સર્વિસ (આઇએફએસ) અને ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ)માં અધિકારીઓની પસંદગી કરવા માટે દેશમાં દર વર્ષે સિવિલ સર્વિસની પરીક્ષા યોજવામાં આવે છે.