હિજાબ વિવાદને કર્ણાટક હાઇકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે એક અરજી કરી હતી. આ અંગે ચીફ જસ્ટિસ એન વી રમનાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે હાઇકોર્ટ આ કેસની સુનાવણી કરી રહી છે તથા હાઇ કોર્ટને સુનાવણી ચાલુ રાખીને નિર્ણય કરવાની છૂટ આપવી જોઇએ. આ કેસને ટ્રાન્સફર કરીને સુપ્રીમ કોર્ટની નવ જજની બેન્ચ દ્વારા તેની સુનાવણીની માગણી કરતી અરજીમાં કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે સમસ્યા એ છે કે સ્કૂલો અને કોલેજ બંધ થઈ ગઈ છે. યુવતીઓ પર પથ્થરમારો થઈ રહ્યો છે. વિવાદ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે.