Cobra's dividend cheers Bilimoria's creditors

યુકે અને ભારત વચ્ચેના વેપારની તપાસ કરતા સીબીઆઈ સ્ટર્લિંગ એક્સેસના બીજી વાર્ષિક આવૃત્તિના રિપોર્ટ અનુસાર, બ્રિટિશ પેઢીઓએ કોવિડ રોગચાળો હોવા છતાં ભારતમાં £140 મિલીયનનું રોકાણ કર્યું હતું. આ સમીક્ષામાં, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે વ્યવસાયિક વાતાવરણમાં સુધારો લાવવા માટે ભારત સરકારે છેલ્લા બાર મહિનામાં નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું બહાર આવ્યું છે.

આ સુધારણા વર્લ્ડ બેન્કના ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં વધારો કરવાના રાષ્ટ્રીય પડકારનો એક ભાગ છે. સરકારી સુધારણામાં મુખ્ય મજૂર સુધારા બિલ પસાર કરવા અને કેન્દ્ર સરકાર અને સ્થાનિક રાજ્યો દ્વારા આપવામાં આવતા લાઇસન્સ, મંજૂરીઓ અને પ્રોત્સાહનો માટે અરજી કરતી પેઢીઓ માટે નવું ડિજિટલ ‘વન સ્ટોપ શોપ’ બનાવવાની યોજનાનો સમાવેશ થાય છે.

નવા અહેવાલમાં જણાવાયું છે કે એપ્રિલથી જૂન સુધીના રોગચાળાના સમય દરમિયાન બ્રિટિશ કંપનીઓ દ્વારા ભારતમાં £140 મિલિયનનું રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. એકંદરે, યુકે અને ભારત વચ્ચેના વેપાર માર્ચ 2020 સુધીમાં £24 બિલીયન સુધી પહોંચ્યો હતો. જે ફક્ત એક જ વર્ષમાં લગભગ 12% વધ્યો છે. ભારતે યુકેમાં 120 પ્રોજેક્ટમાં રોકાણ કર્યું અને 5,429 નવી રોજગારી ઉભી કરી હતી અને યુ.એસ. પછી ભારત હવે યુકેમાં બીજુ સૌથી મોટુ વિદેશી રોકાણકાર છે.

આ રિપોર્ટમાં ભારત સરકારને વૈશ્વિક ધોરણો અપનાવવા, વેપાર અવરોધો ઘટાડવા અને યુકે-ભારત મુક્ત વેપાર કરાર પર પ્રગતિ કરવા સહિતના ઘણા પગલા લેવા ભલામણ કરી છે. આ ઉપરાંત સીબીઆઈએ વિદેશી રોકાણોને આકર્ષવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો અને સર્ટીફિકેશન્સ અપનાવવા અને વૈશ્વિક નિકાસ કરનાર કેન્દ્ર તરીકે પોતાનું સ્થાન ઉભુ કરવા, નવા સંયુક્ત આર્થિક વેપાર સમિતિ સેવાઓના કાર્યકારી જૂથનું ઔપચારિકકરણ કરવા, વીમા બજારના વિકાસને સક્ષમ કરવા એફડીઆઈ મર્યાદા હાલની 49%થી વધારીને ઓછામાં ઓછી 74% કરવા, બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આંતરરાષ્ટ્રીય રોકાણોને પ્રોત્સાહિત કરવા માટે મજૂર સુધારાઓ અપનાવવા અને તેનો સંપૂર્ણ અમલ કરવા જણાવ્યું છે. ઉત્પાદન અને સેવાઓ બંને ક્ષેત્રને ટેકો આપવા માટે નવા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનનો વિકાસ કરવા અને ‘મેક ઈન ઈન્ડિયા, ફોર ધ વર્લ્ડ’ અભિયાનને મજબૂત બનાવવા અપીલ કરાઇ છે.

સીબીઆઈ પ્રમુખ, લોર્ડ કરણ બીલીમોરિયાએ કહ્યું હતું કે  “ભારત સરકારે આ વર્ષે સપ્લાય ચેઇનમાં ડિજિટલ અને ઑનલાઇન સેવાઓનો ઉપયોગ ઝડપી બનાવવાથી લઈને મોટા મજૂર સુધારાઓ લાગુ કરવા સુધીના વ્યવસાયિક વાતાવરણમાં સુધારો લાવવા જોરદાર પ્રયત્નો કર્યા છે. કોવિડ-19 બાદ વડા પ્રધાન મોદીએ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની મોટી ભૂમિકા ભજવવાની તેમની મહત્વાકાંક્ષા સ્પષ્ટ કરી દીધી છે. આને પરિપૂર્ણ કરવા માટે આગળની પ્રગતિ થવાની જરૂર પડશે.

અર્નેસ્ટ એન્ડ યંગ એલએલપીના ભાગીદાર, આદિલ ઝૈદીએ કહ્યું હતું કે “આ ઇવાય-સીબીઆઈ રિપોર્ટની બીજી વાર્ષિક આવૃત્તિ વિશેષ છે કારણ કે તે ગયા વર્ષે કરેલી અમારી ભલામણો અને જમીની સ્તર પર થયેલી અસર અંગે સરકારના પ્રતિભાવની પણ આકારણી કરે છે. આ વર્ષની આવૃત્તિમાં અમે નેશનલ સિંગલ વિંડો અને નવા શ્રમ સંહિતાનો અમલ કેવી રીતે ‘આત્મનિર્ભાર ભારત અભિયાન’ને ટેકો આપશે અને પસંદગીના રોકાણ સ્થળ તરીકે ભારતની સ્પર્ધાત્મકતામાં સુધારો કરશે તેનું વિશ્લેષણ કરવાનો પણ પ્રયાસ કર્યો છે.”