2018માં ભારત અને વિદેશનો બિડેન્સ પરિવારે નાગપુરમાં એક લગ્નસમારંભમાં હાજરી આપી તે પ્રસંગનો આ ફોટો છે. 2013માં મુંબઈના એક કાર્યક્રમમાં અને 2015માં વોશિંગ્ટનમાં અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બિડેનને જણાવ્યું હતું કે તેમના ભારતમાં બિડેન્સ પરિવારનો પત્ર મળ્યો હતો. આ પત્ર લેસ્લી બિડેનને લખ્યો હતો. લેસ્લી બિડેનના પૌત્રો નાગપુરમાં રહે છે. (PTI Photo)

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બિડેનનું જુનું ભારત કનેક્શન બહાર આવ્યું છે. નાગપુરમાં રહેતા એક પરિવારે દાવો કર્યો છે કે, અમે જો બિડેન સાથે સગપણ ધરાવીએ છે અને 1873થી નાગપુરમાં રહીએ છે. ઉલ્લેખનીય છે કે, 2013માં વાઇસ પ્રેસિડન્ટ તરીકે બિડેન ભારત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે પણ ઉલ્લેખ કર્યો હતો કે, મારા કેટલાક દુરના સબંધી ભારતની આર્થિક કેપિટલ એટલે કે મુંબઈમાં રહે છે. તે વખતે તેમણે કહ્યું હતું કે, મને 1972માં સેનેટર બન્યાં બાદ ભારતમાંથી એક પત્ર મળ્યો હતો અને તેમાં મને કહેવામાં આવ્યુ હતુ કે, મારા પરદાદા ભારતમાં રહીને ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે કામ કરતા હતા.

જોકે મુંબઈમાંથી તો નહીં પણ નાગપુરના એક પરિવારે બાઈડેનના સબંધી હોવાનો દાવો કર્યો છે. આ પત્ર બાઈડેનને તે સમયે આ પરિવારે જ લખ્યો હતો અને આ પરિવારની સરનેમ પણ બિડેન છે. પત્ર લખનાર લેસ્લી બિડેનના પૌત્ર નાગપુરમાં રહે છે અને તેમનું કહેવું છે કે, અમે 1873થી નાગપુરમાં રહીએ છે. લેસ્લી બિડેનના પૌત્રી સોનિયા બાઈડેન ફ્રાંસિસે એક ન્યૂઝ એજન્સીને વાતચીતમાં કહયું હતું કે ,મારા દાદીએ 15 એપ્રિલ, 1981માં જો બાઈડનને એક પત્ર લખીને સંપર્ક કર્યો હતો અને જો બાઈડેને વળતા પત્રમાં પોતાની વંશાવલી અંગે ચર્ચા પણ કરી હતી.

સોનિયાના મોટા ભાઈ ઈયાન બિડેન પણ નાગપુરમાં રહે છે અને તેઓ મર્ચન્ટ નેવીના ભૂતપૂર્વ ઓફિસર છે. તેઓ કહે છે કે જો બિડેનના પૂર્વજ જોન બિડેન અને તેમના પત્ની એની બ્યૂમોન્ટ અંગે મારા દાદી અને જો બિડેન વચ્ચે જે તે સમયે પત્ર વ્યવહારમાં ચર્ચા થઈ હતી. બંનેએ એક બીજાનો આભાર માન્યો હતો. પત્ર લખનારા લેસ્લી બિડેનનું 1983માં નાગપુરમાં નિધન થયુ હતુ.