(Photo by NARINDER NANU/AFP via Getty Images)

બોલીવૂડની જાણીતી ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને તાજેતરમાં એક નિવેદન આપીને વિવાદ ઊભો કર્યો હતો. ફરાહ ખાન પર હિન્દુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ મુકાયો છે. તેની સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ થઇ છે. હિન્દુઓના પવિત્ર તહેવાર હોળી પર વિવાદસ્પદ કોમેન્ટ કરવાના કારણે તેની સામે ફરિયાદ થઈ છે.

આ ફરિયાદ હિન્દુસ્તાની ભાઉના નામથી ફેમસ વિકાસ પાઠકે પોતાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખ દ્વારા નોંધાવી છે. ફરાહ ખાન પર આરોપ છે કે, તેણે હોળી માટે એક અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો છે, જેનાથી હિંદુ સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. આ વિવાદ પર ફરાહ ખાને કોઈ પ્રતિક્રિયા આપી નથી.

પોલીસ ફરિયાદ મુજબ આ વિવાદ ટેલિવિઝન શો ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ના એક એપિસોડ દરમિયાન શરૂ થયો હતો. આ શો માં ફરાહ ખાન જજની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફરાહ ખાને આ શોમાં કહ્યું હતું કે, ‘હોળી છપરીઓનો ફેવરિટ તહેવાર છે.’ હવે તેની આ કોમેન્ટથી વિવાદ ઊભો થઈ ગયો છે. તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી અને તેને ખૂબ ટ્રોલ કરી હતી. ઘણા લોકો ફરાહ ખાન સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

LEAVE A REPLY