પ્રતિક તસવીર

ઇસ્લામોફોબિયાનો સામનો કરવા માટે માઇકલ ગોવ દ્વારા પસંદ કરાયેલા સરકારી સલાહકાર ફિયાઝ મુગલે આ મુદ્દા પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા પર પ્રશ્ન ઉઠાવી તેમની કામગીરી શરૂ થાય તે પહેલાં જ ભૂમિકા છોડી દીધી હતી.

ફિયાઝ મુગલે જણાવ્યું હતું કે તેમને પ્રથમ મુસ્લિમ વિરોધી દ્વેષી ઝાર તરીકે ઉગ્રવાદ પર કડક કાર્યવાહી કરવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ લેવલિંગ અપ, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમનું નામ સરકાર દ્વારા ગયા અઠવાડિયે લીક કરવામાં આવ્યું હતું, જેને કારણે લોકોએ પજવણી શરૂ કરતા તેમના માનસિક સ્વાસ્થ્યને આઘાત લાગ્યો હતો.

ચેરિટી ડિરેક્ટરે મુગલે ધ ટાઈમ્સને જણાવ્યું હતું કે ‘’જમણેરી ઉગ્રવાદીઓ દ્વારા મારી સાથે વંશીય દુર્વ્યવહાર કરાયો હતો તો ઇસ્લામીસ્ટે મને “પાખંડી” કહ્યો હતો. મારા ઇનબોક્સમાં ગંભીર સામગ્રી આવી રહી હતી.”

મુગલ ફેઇથ મેટર્સના સ્થાપક છે, જે ઇસ્લામોફોબિયા પીડિતોને સમર્થન આપે છે. તેમણે મુસ્લિમ અને યહૂદી સમુદાયો વચ્ચે ગાઢ સંબંધો માટે ઝુંબેશ પણ ચલાવી છે.

LEAVE A REPLY

two × one =