(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ભારતનાં પ્રથમ વડાંપ્રધાન સ્વ. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના જીવન આધારિત ફિલ્મ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે. આ ફિલ્મનું નામ ‘ઇમર્જન્સી’ આપવામાં આવ્યું છે અને આશ્ચર્યજનક રીતે તેનું દિગ્દર્શન બહુવિવાદિત અભિનેત્રી કંગના રનોત કરશે. તેનું માને છે કે તેના સિવાય તેને અન્ય કોઈ સારી રીતે આ ફિલ્મનું દિગ્દર્શન નહીં કરી શકે.

આ ફિલ્મને તે પ્રોડ્યુસ પણ કરવાની છે. પોતાની આ ભૂમિકા માટે તેણે બૉડી સ્કૅન પણ કરાવ્યું હતું જેથી તે ઇન્દિરા ગાંધી જેવી દેખાઈ શકે. આ અગાઉ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’નું ડિરેક્શન પણ કંગનાએ જ કર્યું હતું. આ ફિલ્મને પહેલાં સાઈ કબીર ડિરેક્ટ કરવાના હતા, પરંતુ હવે કંગના ‘ઇમર્જન્સી’ની કમાન પોતાના હાથમાં લેવા માટે તૈયાર થઈ ગઈ છે. આ અંગે સોશિયલ મીડિયામાં કંગનાએ લખ્યું હતું કે ‘ડિરેક્ટરની કમાન ફરીથી મારા હાથમાં લેવાની મને ખુશી છે. એક વર્ષ સુધી ‘ઇમર્જન્સી’ પર કામ કર્યા બાદ મને અહેસાસ થયો છે કે મારાથી વધુ સારી રીતે એને કોઈ ડિરેક્ટ નહીં કરી શકે. રાઇટર રિતેશ શાહ સાથે કામ કરી રહી છું. આ ફિલ્મ માટે જો મારે અન્ય પ્રોજેક્ટ્સ પણ જોવા પડે તો એના માટે પણ હું તૈયાર છું. ફિલ્મ નિર્માણ અંગે હું ખૂબ જ ઉત્સાહિત છું. આ સફર ખરેખર શાનદાર રહેશે.’