બોલીવુડ અભિનેતા વિકી કૌશલ અને સારા અલી ખાન સોમવારે મુંબઈમાં તેમની ફિલ્મ 'જરા હટકે જરા બચકે' ના ટ્રેલર લોન્ચ દરમિયાન ડાન્સ કરી રહ્યા છે.. (ANI Photo)
આ ફિલ્મમાં મધ્યમ વર્ગીય દંપતીના સપનાની કહાની છે. લુકા છુપી અને મિમી જેવી ચર્ચિત ફિલ્મો આપી ચૂકેલા ડાયરેક્ટર લક્ષ્મણ ઉટેકરે મધ્યમ વર્ગીય દંપતીના  સપનાઓને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવી છે.
આ ફિલ્મની કહાનીનો પ્રારંભ સારી રીતે થાય છે. સૌમ્યા દુબે ચાવલા (સારા અલી ખાન) અને કપિલ દુબેના (વિકી કૌશલ) લગ્નને બે વર્ષ થઈ ગયા છે. તેમના લવ મેરેજ છે અને તેઓ એક સંયુક્ત પરિવારમાં રહે છે, જેમાં કપિલ યોગ ગુરુ છે જ્યારે સૌમ્યા એક શિક્ષિકા છે. ઈંદોરના આ ખુશખુશાલ દંપતીની સૌથી મોટી તકલીફ એ છે કે, ઘરમાં મામા-મામી અને તેમના બાળકોના આવવાના કારણે તેમને પ્રાઈવસી મળતી નથી અને તેમને ઘરના હોલમાં ઊંઘવું પડી રહ્યું છે.
એક્ટિંગની વાત કરીએ તો, વિકી કૌશલે નાના શહેરના બચત કરતા છોકરાની ભૂમિકામાં રંગ જમાવ્યો છે. તેણે ઈન્દોરની ભાષા પર પકડ જમાવી રાખી છે. કોમિક દ્રશ્યોમાં તે મજા કરવા છે અને ઈમોશનલ સીનમાં પણ સારો સાબિત થાય છે. સારા સાથે તેની કેમેસ્ટ્રી જામે છે. જ્યાં સુધી સારાની એક્ટિંગની વાત છે તો, તેણે સાડી-બંગડી અને બિંદી લૂકથી પોતાના પાત્રને મજબૂત બનાવવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. પરંતુ તેણે ડાયલોગ ડિલિવરી અને ઈમોશન પર ધ્યાન આપ્યું નથી. મામીની ભૂમિકા ભજવનારી કનુપ્રિયા પંડિત ધ્યાન આકર્ષિત કરે છે. ઈન્સ્પેક્ટર તરીકે શારીબ હાશમી અને સ્ટેટ એજન્ટ ભગવાન દાસ તરીકે ઈનામુલહક યાદગાર છે. બંને તેમની ભૂમિકાઓ સાથે ન્યાય કર્યો છે. અન્ય પાત્રો ઠીક છે.

LEAVE A REPLY

twenty + three =