કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (ANI Photo)

કર્ણાટકમાં સત્તા પર આવ્યા પછી કોંગ્રેસ અગાઉની ભાજપ સરકારના નિર્ણયને બદલી રહી છે. રાજ્યની કેબિનેટે ગુરુવારે અગાઉની ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા ધર્માંતરણ વિરોધી કાયદાને રદ કરવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસ સરકાર 3 જુલાઈથી શરૂ થતાં આગામી વિધાનસભા સત્રમાં આ અંગે બિલ રજૂ કરશે.

કેબિનેટની બેઠક પછી કાયદા અને સંસદીય બાબતોના પ્રધાન એચ કે પાટીલે જણાવ્યું હતું કે કેબિનેટે ધર્માંતરણ વિરોધી બિલ પર ચર્ચાવિચારણા કરી હતી. 2022માં ભાજપ સરકાર કરેલા સુધારાને રદ કરવા માટે અમે બિલને મંજૂરી આપી છે.

કોંગ્રેસનો વિરોધ વચ્ચે 2022માં ભારતે આ કાયદો ઘડ્યો હતો. આ ધારામાં બળજબરી, અયોગ્ય પ્રભાવ, લાલચ અથવા કોઈપણ કપટપૂર્ણ માધ્યમ દ્વારા ગેરકાયદેસર રીતે એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્માંતરણ પર પ્રતિબંધની જોગવાઈ છે. તેમાં રૂ. 25,000ના દંડ સાથે ત્રણથી પાંચ વર્ષની કેદની જોગવાઈ છે. સગીર, મહિલાઓ, એસસી/એસટીના સંદર્ભમાં જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ અપરાધીઓને ત્રણથી 10 વર્ષની જેલ અને રૂ.50,000 સુધીની દંડની જોગવાઈ છે. આ ધારા મુજબ ગેરકાયદે ધર્માંતરણના એકમાત્ર હેતુ સાથે થયેલા કોઇ પણ લગ્નને રદ કરવાની પણ જોગવાઈ છે. આ હેઠળ આરોપીને જામીન પણ મળતાં નથી. આ ઉપરાંત હાલના ધારા મુજબ ધર્મપરિવર્તન કરવા ઇચ્છતા વ્યક્તિએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ નિર્ધારિત ફોર્મેટમાં ઓછામાં ઓછા 30 દિવસ પહેલા ડિક્લેરેશન આપવું પડે છે.

LEAVE A REPLY

2 × one =