(ANI Photo)
અક્ષયકુમાર અને પરિણીતી ચોપરા અભિનિત ફિલ્મ, મિશન રાનીગંજ- ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ સત્ય ઘટના આધારિત છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર માઈનિંગ એન્જિનિયર જસવંત ગિલના રોલમાં છે. ફિલ્મમાં પરિણીતી ચોપરાની ભૂમિકા ખૂબ જ નાની ટૂંકો છે. ફિલ્મમાં અક્ષયકુમાર કેપ્સ્યૂલ ગિલના નામે ઓળખાય છે.
ફિલ્મની શરૂઆત નવેમ્બર 1989થી થાય છે. સવાર-સવારમાં પશ્ચિમ બંગાળના રાનીગંજમાં આવેલી મહાવીર કોલસાની ખાણમાં 65 મજૂરો ફસાઈ ગયા હોવાના સમાચાર આવે છે. પોતાના નિયમિત કામકાજ માટે લગભગ અઢીસો મજૂરો ખાણમાં ગયા હતા.
પરંતુ ખાણમાં થયેલા વિસ્ફોટના લીધે ત્યાં પૂર જેવી સ્થિતિ ઊભી થાય છે. 179 શ્રમિકો પોતાનો જીવ બચાવીને ખાણમાંથી નીકળવામાં સફળ રહે છે પરંતુ 65 મજૂર ત્યાં જ ફસાઈ જાય છે. ખાણમાં ઝડપથી પાણી ભરાવા લાગતા છ મજૂરો પોતાનો જીવ ગુમાવે છે. આખા વિસ્તારમાં મજૂરોના પરિવારમાં હાહાકાર વ્યાપી જાય છે.
આ પરિસ્થિતિ ગંભીર હોવાથી ત્યાં જ માઈનિંગ એન્જિનિયર જસવંત ગિલની એન્ટ્રી થાય છે. જસવંત ગિલના લગ્ન નિર્દોષ (પરિણીતી ચોપરા) સાથે થયા હોય છે. તે પિતા બનવાનો છે. પરંતુ ગર્ભવતી પત્નીને છોડીને તે પોતાની ફરજ બજાવવા આવ્યો છે. ખાણમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાના તમામ પ્રયાસો નિષ્ફળ જાય છે ત્યારે જસવંત ગિલને એક વિચાર આવે છે. આ એવી યુક્તિ છે જેનો અગાઉ ક્યારેય શ્રમિકોને બચાવવા માટે ઉપયોગ નથી થયો. તે જમીનમાં કૂવો ખોદીને વિશેષ રૂપે તૈયાર કરેલી કેપ્સૂલને આધારે બચાવ કામગીરીનું આયોજન કરે છે.
ત્રણ દિવસ સુધી ચાલનારા આ મિશનમાં તે સ્થાનિક રાજકારણનો શિકાર થાય છે. તેના રેસ્ક્યૂ ઓપરેશનને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. બીજી તરફ નીચે ખાણમાં પાણીનું સ્તર વધે છે અને ઝેરીલો ગેસ બનવા લાગે છે.  આ મજૂરોના શ્વાસ ખાણમાં જ અટકી જશે તેવું બધા લોકો માને. પરંતુ જસવંત ગિલ પોતાનો જીવ જોખમમાં મૂકીને કેપ્સ્યૂલ દ્વારા નીચે ઉતરે છે અને દેશના સૌથી મુશ્કેલ રેસ્ક્યૂ ઓપરેશનને પાર પાડે છે અને મજૂરોને બચાવીને લાવે છે. આ બહાદુરીભર્યા કાર્ય બદલ 1991માં જસવંત ગિલને રાષ્ટ્રપતિ તરફથી સર્વોત્તમ જીવન રક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.
—————————–

LEAVE A REPLY

fifteen + two =