ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ' ના પ્રમોશન દરમિયાન બોલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર અભિનેત્રી ફિલ્મના નિર્માતા કંગના રનૌત સાથે (ANI ફોટો)

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકીની ફિલ્મ ટિકુ વેડ્સ શેરુ સીધી જ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મના ડાયરેક્ટર સાઈ કબીર છે અને પ્રોડ્યુસર કંગના રણોત છે. આ ફિલ્મમાં શેરુ (નવાઝુદ્દીન સિદ્દીકી) ફિલ્મોમાં કામ કરતો જુનિયર કલાકાર છે. તે મોટો માણસ બનવા ઇચ્છે છે. બીજી બાજુ ટીકુ પણ ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે. તે શેરુ સાથે લગ્ન કરે છે અને મુંબઈ આવે છે. પછી શેરુ, ટીકુને ખુશ રાખવા માટે અને વધુ પૈસા કમાવવા માટે ડ્રગ્સ વેચવાનું શરૂ કરે છે. કારણકે તેણે પત્નીને પોતાના વિશે કહ્યું હતું કે તે એક મોટો માણસ છે જે ફિલ્મો બનાવે છે. એક દિવસ શેરુ પોલીસના દરોડામાં પકડાય છે અને જેલમાં જાય છે. તે પછી તેની પત્ની ટીકુને પતિની આ વાસ્તવિકતાની ખબર પડે છે. ઘરના ખર્ચને પહોંચી વળવા માટે ટીકુ ફિલ્મના સેટ પર કામ માગવા જાય છે, પરંતુ ત્યાં શેરુનો એક સાથી ટીકુને હિરોઈન બનાવવાના બહાને ટીકુનું શોષણ કરે છે. હવે આગળની કહાની જાણવા માટેફિલ્મ જોવી રહી.

આ ફિલ્મના દિગ્દર્શક સાઈ કબીર ઘણા વર્ષો પહેલા ઈરફાન ખાન અને કંગના રણોત સાથે આ ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા. પરંતુ કબીર પોતે લાંબા સમય સુધી બીમાર રહ્યા. જેના કારણે આ ફિલ્મ લંબાઈ ગઈ હતી અને ત્યાં સુધી ઈરફાન પણ આ દુનિયામાં નથી રહ્યા. તે જ સમયે કંગનાને પણ આ ફિલ્મ કરવામાં રસ ન હતો, પરંતુ તેણે આ ફિલ્મનું નિર્માણ કર્યું.

બે કલાકથી ઓછા સમયની ફિલ્મમાં કબીરે ફિલ્મોની રંગીન દુનિયામાં મહત્વાકાંક્ષી કલાકારોના સંઘર્ષને બતાવવાનો પ્રયાસ કર્યો છે. તેણે બતાવ્યું કે કેવી રીતે સીસ્ટમ લાભ લે છે અને લાચારોનું શોષણ કરે છે. પરંતુ અફસોસ કે નબળી વાર્તા અને પટકથાને કારણે તે આ ફિલ્મને પ્રભાવશાળી બનાવી શક્યો નહીં. નવાઝુદ્દીન આ ફિલ્મને પોતાના ખભા પર ખેંચવાનો પૂરો પ્રયાસ કરે છે. સાથે જ અવનીતે પણ તેને સપોર્ટ કર્યો છે. આમ છતાં ફિલ્મ દર્શકોને પ્રભાવિત કરી શકતી નથી. ફિલ્મમાં બિનજરૂરી અપશબ્દો ટાળી શકાયા હોત.

 

LEAVE A REPLY

5 × five =