કેદારનાથમાં ભેખડ ધસી પડવાની ઘટનાઓ અનેકવાર બનતી રહે છે. શનિવારે ત્યાં આવી એક ઘટના સર્જાતા પાંચ લોકોના મોત થયા હતા. ગાડી પર જ ભેખડ પડવાથી આ ઘટના સર્જાઇ હતી. અમદાવાદના મણિનગરના લોકો હરિદ્વારથી કેદારનાથ જતા હતા ત્યારે આ રસ્તામાં ગાડી પર જ ભેખડ પડી હતી. ડ્રાઈવર સહિત પાંચના મૃત્યુ થયા છે. મૃતકોમાં અમદાવાદ અને મહેદાવાદના જીગર મોદી, દિવ્યેશ પરીખ, મહેશ દેસાઈ, મનિષ અને મિન્ટુનો સમાવેશ થાય છે. એસડીઆરએફ અને ડીડીઆરએફની ટીમે મૃતકોને બહાર કાઢવાની અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

LEAVE A REPLY