આફ્રિકન દેશ માલીમાં બુધવારે એક બોંબ વિસ્ફોટમાં યુએનના સાત શાંતિરક્ષકોના મોત થયા હતા અને ત્રણને ગંભીર ઈજા થઈ હતી. ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસથી તેમના વાહનાને ઉડાવી દેવામાં આવ્યું હતું. આની સાથે ચાલુ વર્ષે અત્યાર સુધી યુએન સૈનિકોનો મૃત્યુઆંક વધીને 19 થયો હતો. યુએનના પ્રવક્તા સ્ટિફન ડુજેરિકે જણાવ્યું હતું કે ટોગો શહેરમાં તમામ શાંતિરક્ષકોના મોત થયા છે અને ઘાયલ થયા છે. માલીમાં યુએનના શાંતિરક્ષકો સામેનો આ સૌથી મોટો હુમલો હતો. માલીમાં 2021થી ઇસ્લામિક આતંકવાદ ચાલુ ચાલુ છે. ફ્રાન્સની આગેવાની હેઠળની કાર્યવાહીમાં માલીના ઉત્તરના શહેરોમાંથી કટ્ટરવાદીઓને ભગાડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ફરી એકઠા થયા છે અને માલીના સૈનિકો અને તેના સાથીદારો સામે હુમલા કરી રહ્યાં છે.