ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને આર્જેન્ટિનાના વિદેશ પ્રધાન સેન્ટિયાગો કેફિયોરોએ રવિવાર, 24 એપ્રિલે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. (ANI Photo/ Dr. S. Jaishankar Twitter)

ભારતની મુલાકાતે આવેલા આર્જેન્ટિનાના વિદેશ પ્રધાન સેન્ટિયાગો કેફિરોએ માલવિનાસ અથવા ફોકલેન્ડ ટાપુનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારતમાં માલવિનાસ ટાપુઓના મુદ્દે મંત્રણા માટે એક કમિશન લોન્ચ કર્યું હતું. તેમણે આ કમિશનની પ્રથમ બેઠક યોજી પણ હતી.

સાઉથ પેસિફિકમાં આવેલા ટાપુઓને યુકે ફોકલેન્ડ તરીકે ઓળખે છે, જ્યારે આર્જેન્ટિના તેને માલવિનાસ કહે છે.બંને દેશો વચ્ચે 1982માં આ મુદ્દે યુદ્ધ થયું હતું. આર્જેન્ટિના વિદેશ પ્રધાન યુકે સાથે મંત્રણાની માગણી કરી હતી અને વિવાદના ઉકેલ માટે યુએન જનરલ એસેમ્બ્લીએ નિર્ધારિત કરેલી કાર્યપ્રણાલીનો ઉલ્લેખ કર્યો હતો.

ફોકલેન્ડ ટાપુના મુદ્દે આર્જેન્ટિના અને બ્રિટેન વચ્ચે ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. અત્યારે ફોકલેન્ડ ટાપુ ઉપર બ્રિટેનનો કબજો છે. પણ આર્જેન્ટિના તેના પર દાવો કરે છે, જેને તે લોસ માલવિનાસ કહે છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનની ભારત યાત્રા બાદ આર્જેન્ટિનાના વિદેશ પ્રધાન સેન્ટિયાગો કેફિએરો નવી દિલ્હી આવ્યા છે.

2 એપ્રિલે એક લેખમાં કેફિયેરોએ દાવો કર્યો કે, 1982માં દુશ્મનાવટની સમાપ્તિની સાથે વિવાદનું સમાધાન થયું નથી. એટલા માટે તેઓએ દ્વિપક્ષીય વાર્તાને ફરીથી શરૂ કરવાનો અનુરોધ કર્યો છે. આર્જેન્ટિનાનો દાવો છે કે, એક સશસ્ત્ર સંઘર્ષનું પરિણામ ફોકલેન્ડ દ્વીપ જવા ક્ષેત્રીય વિવાદને ઉકેલી શકતું નથી.

આ કમિશનનો સભ્યોમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુ, ભાજપ નેતા શાજિયા ઈલ્મી, કોંગ્રેસના લોકસભા સાંસદ શશિ થરૂર અને અનુભવી શાંતિદૂત તારા ગાંધી ભટ્ટાચાર્જીનો સમાવેશ થાય છે ઈલ્મીએ કહ્યું કે, ભારત અનેક વર્ષોથી વિવાદને વાતચીત મારફતે સમાધાનનું સમર્થન કરતું આવ્યું છે અને અમે તેનું સમર્થન કરવાનું ચાલું રાખીશું. અર્જેન્ટિનાના આ કમિશનની લોન્ચિંગની જાહેરાત માટે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનની ભારત યાત્રા બાદનો સમય પસંદ કરાયો છે.

ફોકલેન્ડ ટાપુની શોધ યુરોપના લોકોએ કરી હતી. 1833માં બ્રિટેને આ ટાપુ ઉપર પોતાનો કબ્જો જમાવી લીધો હતો.આર્જેન્ટિનાના વિદેશ પ્રધાન સેન્ટિયાગો કેફિયેરો નવી દિલ્હીમાં આયોજિત થનાર રાયસીના ડાયલોગ કોન્ફરન્સમાં ભાગ લેશે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, કેફિયારો વાર્ષિક રાયસીના ડાયલોગમાં ભાગ લેવા માટે નક્કી કરેલ આંતરરાષ્ટ્રીય હસ્તીઓમાંથી એક છે.