ગ્વાન્ટાનામોના એક ભૂતપૂર્વ અટકાયતી હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા અને પોતાનો બ્રિટિશ પાસપોર્ટ ફરીથી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આઠ વર્ષ પહેલાં સીરિયાની બે મુલાકાત પછી તેની પાસેથી પરત લેવામાં આવ્યો હતો.
વર્ષ 2014માં સીરિયામાં મોઆઝ્ઝમ બેગના રોકાણ સાથે સંબંધિત આતંકવાદી કાર્યવાહી પડતી મુકાઇ હોવા છતાં અને પછી પોલીસે સ્વીકાર્યું હતું કે તે નિર્દોષ છે છતાં મોઆઝ્ઝમ બેગની નવા પાસપોર્ટ માટેની અરજી સપ્ટેમ્બર 2021માં ફગાવવામાં આવી હતી.
અનેક વિલંબ અને ફરિયાદથી નિરાશ થયેલા, બેગ એક કેજ એડવોકેસી ગ્રૂપ સાથે કામ કરે છે. આ ગ્રૂપ ‘આતંક સામેના યુદ્ધ’માં ફસાયેલા લોકોને મદદ કરવા માટે કેમ્પેઇન કરે છે, તેમણે કહ્યું કે, હવે તેમને થાય છે કે તેમની પાસે ન્યાયતંત્રમાં અરજી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
બેગે જણાવ્યું હતું કે, ‘આ અંગે હું વિવિધ દેશોના નેતાઓ અને સરકારી પ્રધાનોને મળ્યો છું. પોલીસે પણ કહ્યું છે કે હું નિર્દોષ છું, પરંતુ તે બધા તેને કંઈ ધ્યાનમાં લેતા નથી. હું જ્યારે જસ્ટિસ સેક્રેટરી કેન ક્લાર્કને મળ્યો હતો, જ્યારે ગ્વાન્ટાનામોના કેસ (નવેમ્બર 2010માં)નું નિરાકરણ લાવવામાં આવ્યું હતું, ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું, પરંતુ એવું લાગતું નથી.’ તેમણે કહ્યું કે, જો તે મુસાફરી કરી શકશે તો તે તુર્કીમાં તેની પુત્રીની મુલાકાત લેવા ઇચ્છશે, જેના લગ્નમાં તે હાજરી આપી શક્યા નહોતા, અને પછી અફઘાનિસ્તાનના બાગરામમાં પરત જશે, જ્યાં તેમને ગ્વાન્ટાનામો મોકલતા પહેલા એક વર્ષ સુધી રાખવામાં આવ્યા હતા.
ફેબ્રુઆરી 2002માં પાકિસ્તાનમાં બેગની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને અમેરિકન સેનાને સોંપવામાં આવ્યા હતા. ગ્વાન્ટાનામોના અખાત મોકલતા અગાઉ બગરામ ખાતે તેની અટકાયત કરવામાં આવી હતી. આ અટકાયત દરમિયાન તેમની બ્રિટિશ અને યુએસ ઇન્ટેલિજન્સ અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ આરોપ વગર તેમને વર્ષ 2005માં મુક્ત કરવામાં આવ્યા હતા.
તેઓ સાઉથ આફ્રિકાથી પરત ફરતા ડિસેમ્બર 2013માં તેમનો પાસપોર્ટ લઇ લેવામાં આવ્યો હતો.