એક પ્રાયમરી સ્કૂલના શિક્ષકને વિદ્યાર્થીઓના માતાપિતાના એશિયન ઉચ્ચારોની મજાક ઉડાવવા અને સાથી કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કરવા બદલ નોકરીમાંથી પાણીચું આપવામાં આવ્યું હતું. સ્કૂલના આ પગલાંની સામે તેણે ટ્રિબ્યુનલમાં દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે, પોતાની બરતરફી અયોગ્ય અને ઉંમરનો ભેદભાવ કરવામાં આવી છે, જોકે એમ્પ્લોયમેન્ટ જજે આ દાવાને ફગાવ્યો હતો.
બર્કશાયરમાં રીડિંગની ન્યુ ક્રાઇસ્ટ ચર્ચ પ્રાયમરી સ્કૂલમાં ‘બુલી’ ઈકબાલ ખાનેમે સાથી કર્મચારીઓનું વંશીય અને અસભ્ય વર્તન કરીને તેમનું અપમાન કર્યું હતું અને તેઓ ‘બ્લડી લેસ્બિઅન્સ’ હોવાની ટિપ્પણી કરી હતી. તેમને ‘લોહિયાળ લેસ્બિયન’ તરીકે ઓળખાવ્યા.
ટ્રિબ્યુનલને જાણવા મળ્યું હતું કે, મિસ ખાનમ -જે પોતે એશિયન મૂળના હતા, તેમણે પણ એશિયન માતા-પિતાના ઉચ્ચારોની નકલ કરીને તેમની મજાક ઉડાવી હતી.
આ અનુભવી શિક્ષિકાએ પાંચ વર્ષની ઉંમરના બાળકોને ભણાવ્યા છે, તેમણે વિદ્યાર્થીઓને તેમના ‘માટીવાળા’ કપડામાં 45 મિનિટ માટે રાખ્યા હતા અને એક વિદ્યાર્થીઓને 20 મિનિટ સુધી રડવા દીધો હતો.
મિસ ખાનમે, એક બાળકને ક્લાસમાં બાકીના વિદ્યાર્થીઓ સામે તેના કપડાં બદલવા માટે પણ મજબૂર કર્યો હોવાનું પણ કહેવાય છે. જ્યારે તેની સામે વિરોધ થયો ત્યારે શિસ્તની કાર્યવાહી કરવામાં આવી હતી.
તેણે આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે, સાથી કર્મચારીઓ પ્રત્યેની તેની અપમાનજનક ભાષા માત્ર ‘હળવી મજાક’ હતી અને જણાવ્યું હતું કે, તેની કડક રીતે શિખવવાની શૈલી ‘ફેશનેબલ’ ન હોવા છતાં પણ સ્વીકૃત છે.
તેને મે 2019માં ગંભીર ગેરવર્તણૂક માટે બરતરફ કરવામાં આવી હતી, પરંતુ તેણે આ નિર્ણય સામે ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી. તેમાં તેણે એવી દલીલ કરી હતી કે, પોતાની સામેની શિસ્તની કાર્યવાહી ચારિત્ર્યની હત્યા કરવા જેવી અને સાચા કારણને ગુમરાહ કરવા જેવું છે.
મિસ ખાનમે સ્કૂલ પર ઉંમરનો ભેદભાવ રાખવાનો દાવો કરવા પ્રયાસ કર્યો કે, સ્કૂલના વડાઓ તેને 50થી વધુ ઉંમરની અને તેનો પગાર મોંઘો પડતો હોવાથી તેને પરેશાન કરે છે. પરંતુ રીડિંગના એપ્લોયેન્ટ ટ્રિબ્યુનલે તેના દાવાને ફગાવ્યો હતો અને વર્તણૂક બદલ તેની ટીકા કરી હતી. મિસ ખાનમ આ સ્કૂલમાં ફેબ્રુઆરી 2014થી મે 2019 સુધી કાર્યરત હતા, તેઓ પાંચથી છ વર્ષના બાળકોના વર્ગમાં શિક્ષિકા હતા.