FILE PHOTO: REUTERS/Amit Dave/File Photo

દિલ્હી હાઇકોર્ટે સિંગલ બેન્ચના ચુકાદાને રદ કરીને તેની લોકપ્રિય પોટેટો ચીપ્સ બનાવવા માટે ઉગાડવામાં આવેલા વિશેષ જાતના બટાટાના પેટન્ટને ફરી બહાલ કર્યાં હતા. નવ જાન્યુઆરીના આ ચુકાદાને પેપ્સિકોએ આવકાર્યો હતો.

2021માં ભારતની પ્લાન્ટ વેરાઈટીઝ એન્ડ ફાર્મર્સ રાઈટ્સ (PPVFR) ઓથોરિટીએ અમેરિકાની આ સ્નેક્સ એન્ડ ડિંક્સ કંપનીના FC5 બટાકા વેરાઇટી માટેના બૌદ્ધિક સંપદા સુરક્ષાને રદ કરી હતી. ઓથોરિટીએ જણાવ્યું હતું કે ભારતીય નિયમો બિયારણની જાતોને પેટન્ટ કરાવવાની મંજૂરી આપતી નથી.

પેપ્સિકોએ આ નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ જુલાઈ 2023માં જજ નવીન ચાવલાએ તેની અપીલ ફગાવી દીધી હતી. આ પછી કંપનીએ તે જ કોર્ટમાં તે નિર્ણયને પાછો ખેંચવા માટે અપીલ કરી હતી. હાઇકોર્ટની  ડિવિઝન બેન્ચે જુલાઈ 2023ના આદેશને રદ કર્યો હતો અને જેને 2021માં પ્રોટેક્શન ઑફ પ્લાન્ટ વેરાઈટીઝ એન્ડ ફાર્મર્સ રાઈટ્સ ઓથોરિટી દ્વારા પેટન્ટને રદબાતલ ઠેરવ્યો હતો. પેપ્સીકોને બટાકાની બિયારણની પેટન્ટ આપવી જોઈએ નહીં તેવી ખેડૂતો અધિકાર કાર્યકર્તા કવિતા કુરુગંતિની દલીલોને પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતો.

2019માં પેપ્સિકોએ પેટન્ટના ઉલ્લંઘનનો આરોપ લગાવીને FC5 બટાકાની ખેતી કરવા માટે ભારતના કેટલાંક ખેડૂતો પર કાનૂની દાવો માંડ્યો હતો. કંપનીએ પેટન્ટના કથિત ઉલ્લંઘન માટે 10 મિલિયન રૂપિયા ($120,490)થી વધુની માંગણી કરી હતી. તેનાથી મોટો વિવાદ થયો હતો અને પછી કંપનીએ દાવો પાછો ખેંચી લીધો હતો.

પેપ્સિકોએ 1989માં ભારતમાં તેનો પ્રથમ પોટેટો ચિપ પ્લાન્ટ સ્થાપ્યો હતો, તે ખેડૂતોના જૂથને FC5 બિયારણ સપ્લાય કરે છે, પરંતુ ખેડૂતો માત્ર પેપ્સિકોને સપ્લાય આપી શકે છે.

LEAVE A REPLY

15 + 18 =