ફ્રાંસના વડાપ્રધાન જીન કાસ્ટેક્સે શુક્રવારે જણાવ્યું છે કે, દેશમાં કોવિડ-19ના કેસમાં વધારો નોંધાયો હોવા છતાં દેશવ્યાપી લોકડાઉન આપવામાં આવશે નહીં. તેમણે એક ટેલિવિઝન નિવેદનમાં જણાવ્યું હતું કે, ફ્રાંસમાં કોવિડ-19નો ફેલાવાની સ્થિતિ સ્પષ્ટ રીતે ખરાબ થઇ રહી છે અને તેની તીવ્રતા પણ ઘટી નથી. અને આ મહામારી આપણી સાથે હજુ કેટલાક મહિનાઓ સુધી સાથે રહેશે. જોકે, તેમણે આ પરિસ્થિતિમાં બીજા નવા મોટા કોઇ પ્રતિબંધો જાહેર કર્યા નથી, અને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને ટેસ્ટીંગ દ્વારા સફળતા મળવી હોવાનું જણાવ્યું હતું.