ભારતમાં કોરોના મહામારી વચ્ચે બિહારના બક્સર જિલ્લાના ચૌસા ખાતે 10 મે 2021ના રોજ ગંગા નદીના કાઢે અનેક મૃતદેહો જોવા મળતા ભયનો માહોલ ઊભો થયો હતો.

ઉત્તરપ્રદેશમાં સતત બીજા દિવસે ગંગા નદીમાં મૃતદેહો તરતા જોવા મળ્યા હતા. આ વખતે ગાંઝીપુરમાં આ ઘટના બની હતી. આ શહેર બિહારના બક્સરથી આશરે 55 કિમી દૂર છે. બિહારના બક્સરમાં સોમવારે ગંગા નદીમાં 100 કરતાં વધુ મૃતદેહો તરવા જોવા મળ્યા હતા. ઉત્તરભારતના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે આ મૃતદેહો કોરોના દર્દીઓ હોવાની આશંકા છે.

ગાંઝીપુરના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ એમ પી સિંઘે જણાવ્યું હતું કે અમને આ માહિતી મળી છે. અમારા અધિકારીઓ ઘટનાસ્થળે છે અને તપાસ કરી રહ્યા છે. મંગળવારે બિહારનાં બક્સરમાં ગંગા નદીમાં 100થી વધુ લાશો જોવા મળતા હડકંપ મચી ગયો છે, કોરોનાથી મોત થયા બાદ તેને ગંગામાં વહાવવાની આશંકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, આ પહેલા હમીરપુર અને કાનપુરમાં યમુના નદીમાં ઘણી લાશો વહેતી જોવા મળી હતી.

લોકોનું કહેવું છે કે કોરોનાથી મોતની સંખ્યા વધવાનાં કારણે લોકો અંતિમ સંસ્કાર કરવાનાં બદલે પવિત્ર ગંગા નદીમાં લાશોને પ્રવાહિત કરી રહ્યા છે, કેટલીક લાશો તો કિનારા પર આવી ગઇ છે, લોકોનું કહેવું છે કે લાશો યુપી તરફથી આવી રહી છે. આના કારણે હવે ઘણા પ્રકારની સંક્રમણજન્ય બીમારીઓ ફેલાવાનું જોખમ વધી ગયું છે. કોરોના રોગચાળા દરમિયાન અગ્નિ સંસ્કારનો ખર્ચ વધી જતાં હવે લોકો મૃતકોને ગંગામાં પ્રવાહિત કરવાનું શરૂ કરી દીધું છે.
વિવિધ અહેવાલ અનુસાર છેલ્લા એક સપ્તાહમાં બક્સરનાં ચૌસા સ્મશાન ઘાટ પર ઘણા મૃતદેહો ગંગા કિનારે મળ્યા છે, હવે આ મૃતદેહોને સમડીઓ અને કુતરાઓ પોતાનો આહાર બનાવી રહ્યા છે. હવે બક્સરનાં ડીએમએ ઉત્તર પ્રદેશાનાં અધિકારી સાથે આ મુદ્દે ચર્ચા કરી છે, અને ગંગા નદીમાં મૃતદેહ વહાવી દેવામાં ન આવે તે અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરી છે.