પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ન્યૂ યોર્કમાં એક ભારતીય અમેરિકન યુવાન સામે મધર્સ ડેની પૂર્વસંધ્યાએ તેની 65 વર્ષની માતા પર જાતિય હુમલો કરી હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 28 વર્ષના પુષ્કર શર્માએ શનિવારની સાંજે બેલેરોઝ મેનોરમાં જમૈકા ખાતેના પોતાના નિવાસસ્થાને સોરાજ શર્મા પર કથિત ઘાતકી હુમલો કર્યો હોવાનું મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

પ્રોસેક્યુટર્સે જણાવ્યું હતું કે આરોપીએ તેની માતાને પાછળથી પકડીને ગળુ દબાવ્યું હતું અને સતત મુક્કા માર્યા હતા અને તેનાથી માતા જમીન પર પડી ગઈ હતી. માતા પડી ગયા પછી પુત્રે જાતિય હુમલો કર્યો હતો અને મારપીટ ચાલુ રાખી હતી. તેનાથી માતા બેભાન થઈ ગઈ હતી અને તેનું મોત થયું હતું.

આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે કોઇને ઇજાગ્રસ્ત કરવાની નિરંકુશ લાગણી સાથે સવારે જાગ્યો હતો. તેને પોલીસને વધુમાં જણાવ્યું હતું કે તેની માતાનું મોત થયું છે તેવી પાકી ખાતરી થઈ ત્યાં સુધી ગળુ દબાવી રાખ્યું હતું.

પોલીસ અને પ્રોસેક્યુટર્સને ટાંકીને ન્યૂ યોર્ક ડેઇલી ન્યૂઝે જણાવ્યું હતું કે લોહીમાં લથબથ શર્મા વોલેટ અને ચાવી લઈને 105 પ્રેસિન્ક્ટ ગયો હતો અને ત્યાં આ અકલ્પનીય હિંસાની કબૂલાત કરી હતી.

ક્વીન્સ ડિસ્ટ્રિક્ટના એટર્ની મેલિન્ડા કાત્ઝે રવિવારે જણાવ્યું હતું કે મધર્સ ડેની ઉજવણી ક્વીન્સ પરિવાર માટે ભયાનક, ઘાતકી અને અમાનવીય દુઃસ્વપ્ન બન્યું હતું. શર્માના પડોશી કેલ્વીને જણાવ્યું હતું કે શર્મા માનસિક રીતે અસ્વસ્થ હતા, પરંતુ આ ઘટનાથી તેમને આઘાત લાગ્યો છે. અગાઉ પણ તેના અયોગ્ય વર્તનને કારણે પોલીસ બોલાવવી હતી.