યુકેના 640,000થી વધુ વિદ્યાર્થીઓએ તા. 24 ઓગસ્ટના રોજ તેમના GCSE પરિણામો પ્રાપ્ત કર્યા હતા તો વધારાના 390,000 વિદ્યાર્થીઓએ તેમની પ્રોફેશનલ લાયકાત મેળવી હતી.

ડીપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશને જણાવ્યું હતું કે ટોચના ગ્રેડ (ગ્રેડ 7 અને તેથી વધુ) અને પાસ ગ્રેડ (ગ્રેડ 4) ની સંખ્યા 2019ના આંકડાઓ સાથે સુસંગત રહી છે, જે સામાન્ય ગ્રેડિંગ ધોરણો પર પાછા ફર્યા હોવાનું જણાવે છે. પરિણામો મેળવનાર વિદ્યાર્થીઓ હવે તેમના A લેવલ્સ અથવા એપ્રેન્ટિસશિપ, વોકેશનલ ટેક્નીકલ ક્વોલીફિકેશન્સ, (VTQs) અને T લેવલ્સ તરફ આગળ વધશે.

આ વર્ષે રોગચાળા પછી ગ્રેડિંગ તેની સામાન્ય સ્થિતિમાં પાછા ફરે તેવી આ પ્રથમ ઘટના છે. 2019ની અનુરૂપ 16 વર્ષની વયના લોકો માટેના ટોચના ગ્રેડ 22.4 ટકા છે, જે 2019ની સરખામણીમાં 0.6 ટકા પોઈન્ટ્સ (ppt) નો વધારો દર્શાવે છે.

આ વર્ષના પરિણામો દર્શાવે છે કે 70.3 ટકા વિદ્યાર્થીઓએ ગ્રેડ 4 અથવા તેથી વધુ ગ્રેડ મેળવ્યો છે – જે પાસ ગ્રેડ છે અને 2019ના પોઇન્ટ્સમાં 0.4 ppt નો સુધારો છે.

સ્કૂલ મિનિસ્ટર નિક ગિબે કહ્યું હતું કે “પરિણામો મેળવનાર વિદ્યાર્થીઓએ ખૂબ જ ગર્વ અનુભવવો જોઈએ. હું તે બધાને અભિનંદન આપવા માંગુ છું અને આ સમયગાળા દરમિયાન તેમને મદદ કરનાર મહેનતુ શિક્ષકોનો આભાર માનું છું. આજના પરિણામો આ સરકારના ધોરણોને વધારવાના અને આપણી શિક્ષણ પ્રણાલીમાં તમામ માટે તકો વિસ્તરવાના લાંબા સમયથી ચાલતા કામનો પુરાવો છે.”

LEAVE A REPLY

18 + 2 =