gfdg

​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ‘ભારત મંડપમ’ ખાતે G-20 સમિટમાં ભાગ લેવા આવેલા વૈશ્વિક નેતાઓનું સ્વાગત કર્યું હતું. તેમણે એ જગ્યાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું જ્યાં બેકગ્રાઉન્ડમાં કોણાર્ક મંદિરનું સૂર્યચક્ર હતું. ‘ભારત મંડપમ’ ખાતે અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડેન પહોંચ્યા ત્યારે મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. જ્યારે બાઈડેનની નજર ચક્ર પર પડી તો વડાપ્રધાન મોદીએ તેમનો હાથ પકડીને સૂર્યચક્ર વિશે જણાવ્યું હતું. બાઈડેન પણ મોદીને સાંભળતા જોવા મળ્યા હતા.

ભારતના રાષ્ટ્રધ્વજમાં કોણાર્ક ચક્ર, સમય અને પરિવર્તનનું પ્રતીક છે.
ઓડિશાના કોણાર્ક ચક્રનું નિર્માણ 13મી સદી દરમિયાન રાજા નરસિંહદેવ-1ના શાસન દરમિયાન થયું હતું. એ ભારતના રાષ્ટ્રધ્વજમાં દેખાય છે અને તેમાં 24 આરા છે. જે ભારતના પ્રાચીન જ્ઞાન, અદ્યતન સભ્યતા અને વાસ્તુશિલ્પ શ્રેષ્ઠતાનું પ્રતીક છે. તે સમયનું પ્રતીક પણ છે, જે એ સમયના ચક્રની સાથે- સાથે પ્રગતિ અને પરિવર્તનને દર્શાવે છે.

આ બે દિવસીય સમિટમાં આવી અનેક મોમેંટ્સ હતી, જેની ચર્ચા થઈ રહી છે. સૂર્યચક્ર પાસે મોદી બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને ભેટી પડ્યા હતા. જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝને આંખની ઈજા અંગે વિશે પૂછયું હતું. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ પહોંચ્યા ત્યારે મોદી આગળ આવ્યા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY

3 × 2 =