એક વરિષ્ઠ જીપીએ ઓનલાઈન જુગારના તીવ્ર વ્યસનને કારણે તેમાં ભંડોળ આપવા માટે NHS ના એક મિલિયન પાઉન્ડથી વધુ રકમની ચોરી કરી હતી અને હવે તેનું નામ મેડિકલ રજિસ્ટરમાંથી કાઢવામાં આવ્યું છે.
ડો. રૂમી છાપીયા નામના જીપીએ જુગારમાં જેકપોટ મેળવવા માટે હેલ્થકેર ગ્રૂપમાંથી 1.13 પાઉન્ડ મિલિયનની ઉચાપત કરી હતી. આ કુટિલ ફેમિલી ડોકટરે જીપી સર્જરીઝના જૂથને તેના એકાઉન્ટ્સનો હવાલો સોંપ્યા પછી તાત્કાલિક છેતરપિંડી કરીને તેના નાણાંને બેજવાબદારી રીતે છોડી દીધા હતા. ગત વર્ષે નવેમ્બરમાં હોદ્દાનો દુરુપયોગ કરીને છેતરપિંડી કરવા બદલ તેને ત્રણ વર્ષ અને ચાર મહિનાની જેલ થઈ હતી.
45 વર્ષીય ડો. છાપીયા, જે વર્ષે અંદાજે બે લાખ પાઉન્ડની આવક મેળવતો હતો, તેના બેંક ખાતામાં કુલ 65 વ્યવહાર કર્યા હોવાથી તેણે શંકાસ્પદ સાથીદારો સમક્ષ ખોટી વાત કરી હતી કે, તેને સાયબર ક્રાઈમ હેઠળ ‘હેક’ કરવામાં આવ્યો હતો.
એવું સમજવામાં આવતું હતું કે, જુગાર કંપનીઓ છાપિયા દ્વારા ઉચાપત કરવામાં આવેલા એનએચએસના નાણામાંથી 904, 000 પાઉન્ડનો ઉપયોગ કરતી હતી. જે અંગે કોર્ટમાં ડોક્ટરે પત્ર લખતા તેને ખૂબ જ અસામાન્ય બાબત તરીકે ધ્યાનમાં લેવામાં આવી હતી.
તેણે કુલ 2.5 મિલિયન પાઉન્ડનો જુગાર રમ્યો હતો, જેમાંથી તેણે 1.2 મિલિયન પાઉન્ડ પરત મેળવ્યા હતા. કોરોનાકાળમાં જ્યારે NHS પડકારજનક પરિસ્થિતમાં સંઘર્ષ કરી રહ્યું હતું ત્યારે તેણે આ ભંડોળની ચોરી કરી હતી. હવે મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલે ડો. છાપિયાનું પ્રેક્ટિસ કરવાનું લાઇસન્સ રદ્ કર્યું છે.
સાત વર્ષના એક બાળકના પિતા અને જેમણે પોર્ટ્સમાઉથ પ્રાઇમરી કેર એલાયન્સ (PPCA)ની સહ-સ્થાપના કરી હતી, આ એલાયન્સ હેમ્પશાયર શહેરમાં 16 GP સર્જરીઓનું જૂથ છે અને ત્યાં ડો. છાપિયાએ કામ કર્યું હતું. ઓગસ્ટ 2020માં, સંસ્થાની નાણાકીય બાબતોની જવાબદારી સંભાળતા માર્ક સ્ટબિંગ્સ બીમાર થઈ ગયા હતા અને છાપિયાએ ડાયરેક્ટર બનવા અને તેના એકાઉન્ટ્સનું સંચાલન કરવા માટે સ્વૈચ્છિક રીતે તે કામ કર્યું હતું. પરંતુ, સ્ટબિંગ્સે તેના પર થોડી નજર રાખતા હતા અને અને જ્યારે તે એક મિલિયન પાઉન્ડનું એકાઉન્ટ 6 લાખ પાઉન્ડનું થઇ ગયું ત્યારે તેઓ સચેત થઇ ગયા હતા.
આથી ઠગ છાપિયાએ એવા દાવો કર્યો કે, ‘મારા એમેઝોન અને પેપલ સહિતના બધા એકાઉન્ટ હેક થઈ ગયા છે’ – પરંતુ તેણે નાણાની ઉચાપત કરવાનું યથાવત રાખ્યું હતું. આ ગુનામાં છાપિયાને પોર્ટસમાઉથ ક્રાઉન કોર્ટ દ્વારા ગત વર્ષે 40 મહિનાની જેલ સજા ફટકારવામાં આવી હતી અને હવે તેનું નામ મેડિકલ રજિસ્ટરમાંથી પણ કાઢી નાખવામાં આવ્યું છે.